તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 18th August 2026
ગાંધીનગરમાં વરસાદ બાદ રોગચાળાના અટકાવવા આરોગ્ય ટીમ એક્શન મોડમાં : 32 એકમોને નોટિસ ફટકારી
બાંધકામ સાઇટ ઉપરાંત દિલ્લી પબ્લિક સ્કૂલ, પી.આર. પટેલ સ્કૂલ અને ભંગારના ગોડાઉન સહિતના એકમો સામે પણ બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ

ગાંધીનગરમાં વરસાદ બાદ ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગે કાર્યવાહી તેજ કરી છે. વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, જ્યારે 32 જેટલા એકમોમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે. બાંધકામ સાઇટ ઉપરાંત દિલ્લી પબ્લિક સ્કૂલ, પી.આર. પટેલ સ્કૂલ અને ભંગારના ગોડાઉન સહિતના એકમો સામે પણ બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે. નોટિસ પાઠવાયેલા એકમો પાસેથી 15 હજારથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે, જેમાં સરગાસણ, કોબા અને કુડાસણના એકમોનો સમાવેશ થાય છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
