તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 18th August 2026
સુરતમાં તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા:ટીમે સાબુદાણા, સામો સહિત વિવિધ ફરાળી લોટના સેમ્પલ લીધા
સેમ્પલની તપાસ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે વેપારીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરાશે

સુરતમાં તહેવારને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ફરાળી સામગ્રી વેચતા વેપારીઓના ત્યાં તપાસ હાથ ધરી છે. હલકી ગુણવત્તાના ફરાળી લોટ અને અન્ય ખાદ્ય પદાર્થો અંગે ચેકિંગ કરી ટીમે સાબુદાણા, સામો સહિત વિવિધ ફરાળી લોટના સેમ્પલ લીધા છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ છે કે નહીં તે અંગે સેમ્પલની તપાસ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે વેપારીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરાશે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
