તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
અન્નપૂર્ણાધામ અડાલજમાં ઉતર ગુજરાતના લેઉવા પાટીદાર શ્રેષ્ઠીઓનું સન્માનઃ સેવા-સંગઠનનો સંગમ
નરહરિ અમીનના વડપણમાં વિવિધ સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી અગ્રણીઓ અને સમાજના સંગઠનના સુકાનીઓની સેવાને બિરદાવતો ઐતિહાસિક અવસર દરરોજ બપોરે રૂા.૨૦માં ભરપેટ ભોજન અને ૫ રૂા.માં શાહી ખીચડીઃ કુમાર છાત્રાલયમાં ૬૨૫ વિદ્યાર્થીઓઃ અદ્યતન સુવિધાસભર કોમ્યુનિટી હોલઃ વિવિધ ક્ષેત્રે પાટીદારોના યોગદાનની પ્રશંસા કરતા મંત્રી કમલેશ પટેલ

રાજકોટ, તા.૧૮: શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ-અડાલજ ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ મંદિર -અડાલજ દ્વારા સમસ્ત લેઉવા પાટીદાર સમાજના આરાધ્ય દેવી માં અન્નપૂર્ણાનાં સાનિધ્યમાં લેઉવા પાટીદાર સમાજના અમદાવાદ શહેર, અમદાવાદ જીલ્લો, ગાંધીનગર શહેર, ગાંધીનગર જીલ્લો, મહેસાણા જીલ્લો, પાટણ જીલ્લો, બનાસકાંઠા જીલ્લો, સાબરકાંઠા જીલ્લો, અને અરવલ્લી જીલ્લાનાં ગામના સરપંચો, તાલુકા પંચાયતનાં સભ્યો, જીલ્લા પંચાયતનાં સભ્યો, નગરપાલિકાનાં સભ્યો, કોર્પોરેશનનાં કોર્પોરેટરો, રાષ્ટ્રીય કક્ષા, રાજ્ય કક્ષા,જીલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાની જુદી-જુદી સહકારી સંસ્થાનાં સહકારી આગેવાનો તેમજ આ જીલ્લા અને શહેરનાં લેઉવા પાટીદાર સમાજના જુદા જુદા સંગઠનના પ્રમુખશ્રીઓનું શાલ ઓઢાડીને તેમજ માં અન્નપૂર્ણા માતાનો ફોટો અર્પણ કરી સન્માન કરવાનો કાર્યક્રમ તારીખઃ૧૬/ના રોજ અડાલજ ખાતે શ્રી કમલેશભાઈ પટેલ ( રાજ્ય કક્ષા મંત્રીશ્રી નાણાં-પોલીસ હાઉસિંગ / જેલ અને સરહદીય સુરક્ષા ગળહ) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) (પૂર્વ ચેરમેન,ઔડા / પૂર્વ ખજાનચી ભોજપ), શ્રી દિલીપભાઈ સંઘાણી (ચેરમેનશ્રી - ઇફકો ગુજકોમાસોલ એન. સી. યુ. આઈ /ડીરેક્ટર-એન. આઇ. સી. એમ-ગાંધીનગર), શ્રી ઘનશ્યામભાઈ અમીન (ચેરમેન, ગુજરાત રાજ્ય સહકારી સંઘ), શ્રીમતી અનારબેન પટેલ (અધ્યક્ષા, ખોડલધામ સંગઠન), શ્રી સિદ્ધાર્થભાઈ ચીમનભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય), શ્રી ગોરધનભાઈ ઝડફીયા (પૂર્વ રાજ્યકક્ષા ગળહમંત્રી), શ્રી કિરીટભાઈ પટેલ (ધારાસભ્યશ્રી, પાટણ), શ્રીમતી કંચનબેન રાદડીયા (ધારાસભ્ય શ્રી ઠક્કરબાપાનગર), શ્રી વલ્લભભાઇ કાકડિયા (સ્થાપક કોઠીયા-કાકડિયા હોસ્પિટલ/પૂર્વમંત્રી),શ્રી મગનભાઈ એન. રામાણી (આધ્યસ્થાપક- શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ નરોડા અમદાવાદ), શ્રી પી. એસ. પટેલ (પી.એસ.પી પ્રોજેક્ટ્સ), શ્રી કમલેશભાઈ મહેશચંદ્ર પટેલ (ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી અ.મ્યુ. કોર્પો),શ્રી મહેશભાઈ અમીચંદભાઈ પટેલ (ડીરેક્ટર, રાજ્ય સહકારી સંઘ/ પૂર્વ ચેરમેન સાબરકાંઠા ડીસ્ટ્રીક બેંક), શ્રી દશરથભાઈ બી. પટેલ(પૂર્વ ચેરમેન - એ. ડી. સી બેંક /પ્રમુખ અમદાવાદ જીલ્લા સહકારી સંઘ), જીગ્નેશ મોહનભાઇ પટેલ (બરવાળીયા) (ચેરમેન- ગુજરાત રાજ્ય ખેત ઉત્પાદન બજાર સમિતિ અમદાવાદ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમમાં ૭૩ જેટલા લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખો, ૮૦ જેટલા સહકારી આગેવાનો, ૫૧ જેટલા ચૂંટાયેલા તાલુકા પંચાયતનાં સભ્યો, જીલ્લા પંચાયતનાં સભ્યો, નગરપાલિકાનાં સભ્યો, કોર્પોરેશનનાં કોર્પોરેટરો, ૪૫ જેટલા સરપંચો, ઉપસરપંચો, આ ઉપરાંત ABP અસ્મિતા ન્યુઝનાં હેડ શ્રી રોનકભાઈ પટેલ, વ્રજ કિસન ભૂમિ ન્યુઝ પેપરનાં તંત્રી શ્રી બિમલભાઈ પટેલ અને મંતવ્ય ન્યુઝ ચેનલનાં શ્રી જીગ્નેશભાઈ પટેલનું પણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યુંહતું.
પૂર્વ રાજ્યસભા સાંસદ અને અન્નપૂર્ણાધામ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી નરહરિ અમીને સન્માન સમારંભમાં આમંત્રિત મહાનુભાવો સમાજના પ્રમુખો અને આગેવાનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ મંદિર, અડાલજ દ્વારા ૧૫ કરોડ રૂપિયાની જમીન ફક્ત ૧ રૂપિયા ટોકનથી શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજને દાનમાં આપેલ છે. જ્યાં શ્રી અન્નપૂર્ણા માતાનાં મંદિરનું ખાતમહૂર્ત તા. ૨૮/૦૫/૨૦૧૫નાં રોજ ઉરપ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આંનદીબેન પટેલ તેમજ શ્રી કેશુભાઈ પટેલ નાં વરદ હસ્તે થયેલ. ૬ કરોડ રૂપિયાનાં ખર્ચે અદ્યતન પંચતત્વ આધારિત માં અન્નપૂર્ણાના મંદિરનું નિર્માણ અને જેની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે, અને તત્કાલીન રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણી, તત્કાલીન ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી, કરસનભાઈ પટેલ (નિરમા ગ્રુપ), પંકજભાઈ પટેલ (ઝાયડસ ગ્રુપ), ની ઉપસ્થિતિમાં થયેલ પ્રાણપ્રતિષ્ઠાનાં પ્રસંગે માં અન્નપૂર્ણા ભોજનાલય બનાવવાનું સૂચન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના દ્વારા કરવામાં આવ્યું હતું તેને અનુસંધાને હાલ દરરોજ માત્ર રૂા. ૨૦ સવારે માં ૬૦૦ વ્યક્તિઓને રોટલી, બે શાક, દાળ-ભાત, તેમજ તહેવારના દિવસે મીઠાઈ આપવામાં આવે છે. જેનું ઉદઘાટન'નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નાં હસ્તે થયું અને દરરોજ સાંજે ફક્ત ૫ રૂપિયામાં અન્નપૂર્ણા શાહી ખિચડી અને ૫ રૂપિયામાં અમૂલ છાશ ૬૦૦ વ્યક્તિઓને આપવામાં આવે છે.?
માં અન્નપૂર્ણા ભોજનાલયમાં અત્યાર સુધી ૨૦ લાખ કરતા વધુ લોકોએ માં અન્નપૂર્ણાની પ્રસાદીનો લાભ લીધો છે અહીં ૨૫ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાર થયેલ શ્રી અન્નપૂર્ણાધામ કુમાર છાત્રાલયમાં લેઉવા પાટીદાર સમાજનાં ૬૨૪ વિદ્યાર્થીઓ રહે છે. જેનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે થયેલ છે. ઉપરાંત ૧૧ કરોડ રૂપિયાનાં ખર્ચે શારદામણિ કોમ્યુનિટી હોલનું ઉદઘાટન ભારત સરકારના ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે
અને તત્કાલીન મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી અને તત્કાલીન ભાજપ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ ની ઉપસ્થિતિમાં થયેલ છે. આ કોમ્યુનિટી હોલમાં ૪ લાખ રૂપિયામાં ખ્ઘ્ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર માં ૧૧૦૦ વ્યક્તિઓ અને ફર્સ્ટ ફ્લોરમાં ૧૧૦૦ વ્યક્તિઓ માટેની તમામ સુવિધાઓ મળે છે. સ્વામિનારાયણ ફાર્મ (વાડી) ૩ લાખ રૂપિયામાં તમામ સુવિધાઓ આપવામાં આવે છે.
થોડા સમય પહેલા અડાલજ ગામમાં ૧૦૩ વર્ષ જુનાં જર્જરિત સ્વામિનારાયણ મંદિરનો જીરણોૈદધાર કરી ૪ કરોડ ૨૫ લાખ રૂપિયાનાં ખર્ચે અદ્યતન સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતમાં અન્નપૂર્ણા માતાનું મંદિર તેમજ ભોજનાલય બનાવવાની વિચારણા છે. પ્રાસંગિક પ્રવચન માં તેઓએ લેઉવા પાટીદાર સમાજનાં તમામ લોકોને તેમના પરિવારના શુભ પ્રસંગે લખાતી પત્રિકામાં શ્રી અન્નપૂર્ણા માતાનો ઉલ્લેખ કરવાનું અને તમામ પાટીદારોનાં ઘરમાં અન્નપૂર્ણા માતાનો ફોટો રાખવાની અપીલ કરેલ તદુપરાંત શ્રી સ્વામિનારાયણ મંદિર, અડાલજ અને શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ સંચાલિત ભોજનાલયમાં વાર્ષિક તિથિ દાતા તરીકે ૧૧૦૦૦/- રૂપિયા તેમજ આજીવન તિથિ દાતા તરીકે ૧ લાખ રૂપિયા સહયોગ આપવા અપીલ કરી હતી. આ ભોજનાલય માટે મોહિની કેટરર્સનાં માલિક નરેન્દ્રસિંહ ચૌહાણ ગામઃ કોલવડા જી. ગાંધીનગર દ્વારા ૬૮ લાખ રૂપિયાનું માતબર દાન તેમજ દર વર્ષે ૧૧ લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરવામાં આવી, સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન દ્વારા ૫૪ લાખ રૂપિયાનું ભંડોળ તેમજ દેવેન્દ્રભાઈ પટેલ (ચીકાભાઈ) દ્વારા ૩૨ લાખનું ભંડોળ ભેગું કરી આપ્યાનો પણ ઉલ્લેખ કર્રીને સમાપન કરતા કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત રહેલ મહાનુભાવો, આગેવાનો અને સમાજનાં પ્રતિનિધિઓનો પણ આભાર માન્યો હતો.
આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી કમલેશભાઇ પટેલએ ગુજરાત અને ખાસ કરીને ખેડા અને આણંદ જિલ્લા સાથે સરદાર પટેલના યોગદાનનો ઉલ્લેખ કરીને ચાંગા અને વલ્લભ વિદ્યાનગર ખાતે શિક્ષણ અને સામાજીક ક્ષેત્ર તેમજ સહકાર ક્ષેત્રમાં સવિશેષ પાટીદારોના યોગદાનને બિરદાવ્યો હતો તેમણે આ પ્રસંગે સહકાર ક્ષેત્રમાં પ્રદાન આપનાર ત્રિભુવન દાસ પટેલ ને પણ યાદ કર્યા હતા જેમના નામે હાલમાં દેશની પ્રથમ ત્રિભુવન દાસ પટેલ સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. વધુમાં અન્નદાનનું મહત્વ સમજાવતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્વ હેઠળ કોરોના કાળથી આજદિન સુધી ૮૧ લાખ લોકોને મફત અન્ન આપવાની યોજનાની પણ માહિતી આપી હતી. શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજનાં ચેરમેન શ્રી રવજીભાઈ વસાણીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજના પ્રમુખશ્રી નરહરિ અમીન, ચેરમેન રાવજીભાઈ વસાણી, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સુરેશભાઇ પટેલ, તેમજ ટ્રસ્ટીશ્રીઓ ડો. એન. પી. પટેલ, ડો. હીમાંશુભાઈ પટેલ, મહેશભાઇ પટેલ, અજીતભાઈ પટેલ, નાગજીભાઇ શિંગાળા, પ્રજ્ઞેશભાઈ પટેલ, જતીનભાઈ પટેલ, હરેશભાઈ રામાણી, હિરેનભાઈ પ્રેમચંદભાઈ પટેલ, સુરેશભાઇ બબલદાસ પટેલ, વિષ્ણુભાઈ શામળભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ભાલાળા, ભાનુભાઈ કોઠીયા, સંજયભાઈ ચંદ્રકાન્તભાઈ પટેલ, સંજયભાઈ પટેલ (ઉનાવા), સુરેશભાઇ પટેલ (નાંદોલ) તેમજ લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેઉવા પાટીદારોને અપીલ
તમામ લેઉવા પાટીદારો પરિવારમાં શુભ પ્રસંગે લખાતી પત્રીકામાં અન્નપૂર્ણા માતાજીનો ઉલ્લેખ કરે અને ઘરમાં માતાજીનો ફોટો રાખે તેવી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન (મો. ૯૮૨૫૦ ૦૬૬૬૭)ની અપીલઃ શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ અને વાર્ષિક તિથિદાન અને આજીવન તિથિદાન આવકાર્ય- નરહરિ અમીન
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
