તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
ફિટ અને નિરોગી પોલિસ મંત્ર સાથે નિરામય વેલનેસ સેન્ટર શરૂ
cbi બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમા કોમારની jcp નિલેશ જાજડીયા, એડી સીપી ડો સુધીર દેસાઈને સાથે જોડી નવી પહેલ : ફરજમાં વ્યસ્ત પોલિસ પરિવારના સ્વાસ્થ્યની પણ ચિંતા, રોટરી ક્લબ, તબિબી જગતનો સહયોગ મેળવ્યો

રાજકોટ તા.૧૮,રાજ્ય પોલિસ તંત્રમા ખુબ મહેનતુ અધિકારી તરીકે જાણીતા, CBI બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા પોલિસ કમિશ્નર નરસિંહમા કોમારએ પોલિસની કામગીરીને લઈને મોટી પહેલ કરી છે.
પોલિસની કામગીરીમાં જમવા, સુવાના કોઈ ટાઈમિંગ ન જળવાતા અને સત બંદોબસ્ત સહીતના ટેન્શનના કારણે પોલિસ કર્મીઓમાં બીપી, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓ વધી જતી હોય છે. પોલિસનું સ્વાસ્થ્ય સારૂ ન હોય તો ચુસ્તતાપૂર્વક ફરજ ન બજાવી શકે.
આથી ગુજરાતમા નિરામય, રોગમુક્ત, સ્વસ્થ પોલિસ નિર્માણ માટેના પ્રયાસો શરુ કર્યા છે. જેમાં જોઈન્ટ પોલિસ કમિશ્નર નિલેશ જાજડીયા અને એડી. પોલિસ કમિશ્નર ડો. સુધીર દેશાઈ પણ ખભે ખભા મિલાવી જોડાયા છે.
વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિંહમા કોમાર તેમજ જોઈન્ટ પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયા તથા અધિક પોલીસ કમિશ્નર ડો. સુધીર દેસાર્ઈંના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર પોલીસના અધિકારીઓ/કર્મચારીઓ અને તેમના પરિવારજનોના સ્વાસ્થ્ય માટે રોટરી ક્લબ વડોદરા વન તથા વડોદરા શહેર પોલીસ વચ્ચે એમ.ઓ.યુ. કરીને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ‘‘નિરામય વેલનેસ સેન્ટર'' નું ઉદઘાટન કરવામાં આવ્યું.
આ સેન્ટરમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર અઠવાડિયામાં બે દિવસ સવારે ૧૦/૦૦ થી ૧/૦૦ સુધી તબીબી તપાસ, નિદાન અને સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે. તેમજ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને તેમના પરિવારજનોનું નિરંતર હેલ્થ મોનીટરીંગ, ન્યુટ્રીશન, ડાયટ રેજીમ, એક્સરસાઈઝ રેજીમ અને તેનું ડેટા એનાલીસીસ પણ કરવામાં આવનાર છે. જેથી કોઈપણ આરોગ્ય સંબંધિત સમસ્યાની એડવાન્સ જાણકારી મળી શકે અને સમયસર સારવાર કરી શકાય.
આ કાર્યક્રમમાં વડોદરા શહેરના તમામ નાયબ પોલીસ કમિશ્નર, મદનીશ પોલીસ કમિશ્નર, થાણા અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ રોટરી ક્લબના પ્રમુખ વિશાલ ચોકસી, ઉપપ્રમુખ દેવાંગી ત્રિવેદી, આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબો, પારૂલ યુનિવર્સીટીના પ્રોફેસરો અને ઉદ્યોગ જગતના આગેવાનો હાજર રહેલ.
‘‘સ્વસ્થ પોલીસ, સશક્ત પોલીસ''ની ભાવના સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલ આ પહેલથી નાગરિકોની સલામતી અને સુરક્ષા વધુ મજબૂત બનશે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
