તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
સુરત શહેરના ચોક બજારમાં વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો:પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા.
મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી.જેની અદાવત રાખીને યુવકની હત્યા:ત્રણ આરોપીમાંથી બે આરોપીનો ગુનાહિત ઈતિહાસ

સુરત શહેરના ચોક બજારમાં વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે ગત 16 ઓગસ્ટના રોજ આરોપીઓએ છરી વડે હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી.જેની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી હતી . ત્રણ આરોપીમાંથી બે આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે મૃતક કલ્પેશ પારધી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો .
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
