તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
અમદાવાદના રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચેલા આધેડને પોલીસની સતર્કતાના કારણે બચાવી લેવાયા
માધુપુરા વિસ્તારમાં રહેતા આધેડ આપઘાતના ઈરાદે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા

અમદાવાદના રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચેલા આધેડનો પોલીસે સમયસર બચાવ કર્યો હતો. સવારે મોર્નિંગ વોક વે પર આ બનાવ બન્યો હતો. માધુપુરા વિસ્તારમાં રહેતા આધેડ આપઘાતના ઈરાદે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. દરમિયાન પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે આધેડની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તાત્કાલિક તેમની પાસે પહોંચી સમજાવટ કરી અને તેમને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. પોલીસની સતર્કતાના કારણે આધેડનો જીવ બચ્યો હતો. બનાવને પગલે પોલીસ દ્વારા આધેડને જરૂરી સમજ આપી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાને કારણે રિવરફ્રન્ટ વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી હતી.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
