<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

નીતિન પટેલ કહે છે હું જેને (રોહન ગુપ્‍તા) ઓળખતો નથી તેને અભિનંદન કેમ આપુ?

કથિત વિવાદ અંગે પૂર્વ નાયબ મુખ્‍યમંત્રીની ‘અકિલા' સાથે વાતચીત જગદીશ પટેલ, હેમાંગ જોષી અને વર્ષાબેનને હેતપૂર્વક શુભેચ્‍છા આપી, રોહન ગુપ્‍તાની હેતુપૂર્વક બાદબાકી કર્યાનો ઇન્‍કાર

રાજકોટ, તા. ૧૯: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલએ ભાજપના રાષ્‍ટ્રીય માળખામાં સ્‍થાન પામેલા ગુજરાતના ૪ પૈકી ૩ અગ્રણીઓને સોશ્‍યલ મીડિયા દ્વારા અભિનંદન આપ્‍યા અને એકને ન આપ્‍યા તે અંગેના કથિત વિવાદ બાબતે પોતે હેતુપૂર્વક કોઇની અવગણના કર્યાનું નકાર્યુ છે.

ભાજપના રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન દોશી, મંત્રી તરીકે જગદીશ પટેલ,  યુવા મોરચાના પ્રમુખ તરીકે ડો. હેમાંગ જોષી તથા મંત્રી તરીકે અમદાવાદના રોહન ગુપ્તાની વરણી થઇ છે. ગુપ્તા કોંગ્રેસમાંથી આવેલા છે. નીતિન પટેલએ તેના સિવાઇના ૩ ના ફોટા સાથે અભિનંદન આપતો મેસેજ મુકેલ તેથી આયાતી અને મુળ ભાજપી વચ્‍ચે ભેદભાવ તેવા મુદે સોશ્‍યલ મીડિયામાં ટીપ્‍પણી શરૂ થયેલ.

આ અંગે પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલને પૂછતા તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે વર્ષાબેન, જગદીશભાઇ અને ડો. હેમાંગ જોષી વર્ષોથી ભાજપમાં કામ કરે છે. અમે એકબીજાને ઓળખીએ છીએ. રોહન ગુપ્તાને કદી મળવાનું થયુ નથી. હું તેમને ઓળખતો પણ નથી. જેને ઓળખતો ન હોઉ તેને અભિનંદન કેવી રીતે આપુ? ત્રણને અભિનંદન આપ્‍યા અને એકને ન આપ્‍યા તેમાં હેતુપૂર્વક કંઇ જ નથી

(1:07 PM IST)