હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતના રાંદેર વિસ્તારમાં ખાનગી સ્કૂલ બસે અનેક વાહનોને લીધા અડફેટે : ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરને ચખાડ્યો મેથીપાક
અકસ્માતથી રોષે ભરાયેલા સ્થાનિકો અને વાનચાલકોએ ભેગા મળીને બેદરકાર બસચાલકને જાહેરમાં સબક શીખવ્યો

સુરત:શહેરમાં અવારનવાર બેફામ વાહનચાલકોના કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે.સુરતના રાંદેર વિસ્તારમાં એક ખાનગી સ્કૂલ બસના ચાલકે ગફલતભરી ડ્રાઇવિંગ કરીને માર્ગ પર દોડતા અન્ય વાહનોને અડફેટે લીધા હતા અકસ્માતના કારણે રસ્તા પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાંદેર સ્થિત રામનગર વિસ્તારમાં પૂરઝડપે અને બેદરકારીથી દોડી રહેલી ખાનગી સ્કૂલ બસે અચાનક કેટલાક વાહનોને ટક્કર મારી હતી. આ ગંભીર બેદરકારી જોઈને ઘટનાસ્થળે એકત્ર થયેલા રોષે ભરાયેલા લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. સ્થિતિ એટલી વણસી ગઈ કે એક વાનચાલક અને સ્થાનિક લોકોએ મળીને બેફામ બસચાલકને જાહેરમાં જ પકડીને સબક શીખવ્યો હતો અને મેથીપાક ચખાડ્યો હતો.
આ સમગ્ર ઘટનાના કારણે થોડા સમય માટે મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને વાહનચાલકો અટવાયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને બસચાલકની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોનો ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. જોકે, આ મા અંગે સ્થાનિક પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે કે કેમ તે અંગે પ્રશાસનની સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
