<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

દેશના ૧૦૦ સર્વશ્રેષ્ઠ પોલિસ અધિકારીઓમાં ગુજરાતના ૩ અધિકારીઓનો સમાવેશ

રાજકોટના પૂર્વ એસપી અને અમદાવાદના હાલના ડીસીપી ડો.હર્ષદ પટેલનો સમાવેશઃ અભિનંદન અપરંપાર ખેડાના એસપી વિજય પટેલ અને વડોદરાના ડીસીપી ડો.જગદીશ ચાવડાએ પણ મેદાન માર્યુઃ ગુજરાતમાં ડંકો વાગ્‍યો

 

રાજકોટ, તા.૧૯: ફેમ ઇન્‍ડિયા-એશિયા પોસ્‍ટ દ્વારા ૧૧ ઓગસ્‍ટ ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલી દેશના ૧૦૦ સર્વશ્રેષ્ઠ પોલિસ કપ્તાન ૨૦૨૬ની યાદીમાં ગુજરાતના ૩ પોલિસ અધિકારીઓનો સમાવેશ થતા રાજ્‍ય પોલિસનું ગૌરવ વધ્‍યું છે.

સંસ્‍થાના સંપાદક ધીરજ કુમારે જણાવ્‍યું કે દેશના ૧૧૦૦થી વધુ જિલ્લા પોલિસ પ્રમુખોમાંથી કાયદો વ્‍યવસ્‍થા, અપરાધ નિયંત્રણ, પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ અને જનસહભાગિતાના માપદંડો પર ૧૦૦ અધિકારીઓની પસંદગી કરાઈ.

ગુજરાતમાંથી પસંદ થયેલા અધિકારીઓઃ ૧. ડૉ. હર્ષદકુમાર કે. પટેલ - DCP ઝોન-૧, અમદાવાદ, ૨. ડૉ.જગદીશ ચાવડા - DCP, વડોદરા, ૩. વિજય જે. પટેલ - SP, ખેડા.

અત્રે એ યાદ રહે કે ડૉ.હર્ષદ પટેલે રાજકોટમાં ક્રાઇમ બ્રાન્‍ચ એસીપી તરીકે ફરજ બજાવેલ છે. તે સમયે હાલના અમદાવાદ પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રાજકોટના સીપી હતા. યોગાનુયોગ હવે DCP તરીકે પણ તેમને અનુપમસિંહ ગેહલોતના નેતળત્‍વ હેઠળ અમદાવાદમાં કાર્ય કરવાની તક મળી છે. ડો.હર્ષદ પટેલે રાજકોટના કાર્યકાળ દરમિયાન ઉત્‍કળષ્ટ ફરજ, હાલના અમદાવાદના પોસ્‍ટિંગ માફક બજાવેલ. ફેમ ઇન્‍ડિયાનું કહેવું છે કે સક્ષમ પોલિસ કપ્તાન જનતા અને પોલિસ વચ્‍ચે વિશ્વાસનો સેતુ બની જિલ્લામાં શાંતિ અને સુરક્ષાનો મજબૂત આધાર તૈયાર કરે છે.

(2:22 PM IST)