<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ચીન, પાકિસ્‍તાન કનેકશન ખુલતા, ફંડીગના તાર આતંકવાદી સાથે જોડાયા છે કે કેમ? તે બાબતે હાઈ લેવલે તપાસ શરૂ કરી છેઃ અનુપમસિંહ ગેહલોત...

પશ્‍ચિમ બંગાળથી બે આરોપીઓ ઝડપાયાઃ સીપી, જોઇન્‍ટ સીપી શરદ સિંઘલ, ડીસીપી લવલીના સિન્‍હાના માર્ગદર્શનમાં અમદાવાદ સાયબર ક્રાઇમ એસીપી હાર્દિક માંકડીયા ટીમ દ્વારા કરોડોના મેગા સાયબર ફ્રોડનો પર્દાફાશ... ૪૫૦૦ સિમ કાર્ડ ખરીદી એક્‍ટિવ કરેલ, ૨૧,૯૦૦ ઓટીપી વહેંચણી કરેલ : ૧૦ હજારથી વધુ મોબાઈલ એક્‍ટિવ કરેલ...

રાજકોટ તા.૧૯: અમદાવાદ પોલિસના સાયબર ક્રાઇમ દ્વારા દેશના ઇતિહાસમાં જે મોટા સાયબર ફ્રોડ થયા છે, તે પ્રકારનું પાકિસ્‍તાન અને ચીન સાથે જેના તાર જોડાયા છે, તેવા કરોડોના સાયબર સ્‍કેમનો પર્દાફાશ પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઇન્‍ટ પોલિસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી લવલીના સિર્ન્‍હાંના માર્ગદર્શનમાં એસીપી હાર્દિક માંકડીયા ટીમ દ્વારા થતાં ખળભળાટ મચી ગયો છે.

આ મેગા ફ્રોડ અંગે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે તપાસ ટીમ સતત તેમને આ બધી બાબતોથી અપડેટ કરતી હતી. પાકિસ્‍તાન અને ચીન કનેકશન ખુલતા આ મામલાની ગંભીરતા સમજી અને આ કરોડોના ફ્રોડના નાણાં કોઈ આતંકી સંગઠનમાં ખર્ચ સાથે કોઈ બીજી લીંક તો નથી ને? તે બાબતે પણ હાઈ લેવલે તપાસ શરૂ થયેલ છે.

આરોપીઓની ધરપકડઃ પોલિસે આ કેસમાં પશ્‍ચિમ બંગાળથી ૨ આરોપીઓની ધરપકડ કરી છે. ૧. ઇમરાન વિપાદા ઉ.વ. ૨૫, રહે. પશ્‍ચિમ બંગાળ, ૨. ઈજાજુલ મોલ્લા ઉ.વ. ૩૦, રહે. પશ્‍ચિમ બંગાળ 

મહત્‍વની વિગતો : - આરોપીઓએ છેલ્લા ૫ વર્ષમાં ૪૫૦૦ સિમકાર્ડ ખરીદીને એક્‍ટિવ કર્યા અને ૨૧,૯૦૦ OTP વેચ્‍યા હતા.

- ૧૦ હજારથી વધુ ડિવાઈર્સંને APK અને ZIP ફાઈલ મોકલીને ટાર્ગેટ કરાયા હતા.

- પાકિસ્‍તાનના ઇસ્‍લામાબાદથી કોલ સેન્‍ટર અને હોંગકોંગ-ચીનથી માલવેર ઓપરેટ થતું હતું.

- ૧ OTP ૧૦૦ થી ૨૫૦ રૂપિર્યાંમાં વેચીને કુલ ર્ં૨.૨૫ લાખ રૂપિર્યાંની કમાણી કરી હતી.

- આરોપીઓ પાસેથી ૭ મોબાઈલ અને ૪ સિમકાર્ડ કબ્‍જે કરાયા.

- આ સ્‍કેમમાં અમદાવાદની એક ખાનગી કંપની સાથે થયેલી ૧.૫૦ કરોડની ઠગાર્ઈંનો પણ ભેદ ખુલ્‍યો, જેમાંથી ૧.૩૦ કરોડ રિકવર થયા છે.

- હાલ આ કેસ દેશના ૨૦૦ ‘બોસ સ્‍કેમ' અને ૨૫૧ સાયબર ફ્રોડ સાથે લિંક હોવાનું સામે આવ્‍યું છે.

આખા પ્રકરણ અંગે ખુબ જાગળતિ દાખવનાર પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘અકિલા' સાથેની વાતચીતમાં મહત્‍વની વિગતો આપતાં જણાવ્‍યું કે, આ પ્રકરણમાં ઇન્‍ટરનેશનલ કનેક્‍શન ખુલતા જરૂર જણાયે કેન્‍દ્રીય એજન્‍સીઓની પણ મદદ લેશું

(2:27 PM IST)