તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
રેલવે ભરતી બોર્ડનું પેપર લિક થયાના કેસમાં બેંગ્લુરુ સીબીઆઇની ટીમના ગુજરાતમાં ધામા :અધિકારીઓએ વડોદરામાં દરોડા પાડ્યા
કેટલીક મહત્વની વસ્તુઓ અધિકારીઓને હાથ લાગી હોવાની શક્યતા: આગામી દિવસોમાં પેપર લિક મામલે કોઇ મોટા ખુલાસા થાય તેવી સંભાવના

વડોદરાઃ રેલવે ભરતી બોર્ડનું પેપર લિક થયાના કેસમાં ગુજરાતમાં CBI એ દરોડા કર્યા છે. વડોદરામાં બેંગ્લુરુ સીબીઆઇની ટીમના અધિકારીઓએ દરોડા કર્યા હતા, જેમાં કેટલીક મહત્વની વસ્તુઓ અધિકારીઓને હાથ લાગી હોવાની શક્યતા છે.
અગાઉ પણ નીટ પેપર લિક મુદ્દે સીબીઆઇએ દેશના જુદા જુદા રાજ્યોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને હવે રેલ્વે ભરતી બોર્ડના પેપર લિક મુદ્દે ગુજરાતમાં તપાસ શરૂ કરી છે.
બેંગ્લુરુ સીબીઆઇની એક ટીમ વડોદરામાં તપાસ કરવા આવી હતી અને આગામી દિવસોમાં પેપર લિક મામલે કોઇ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
સીબીઆઇએ અગાઉ દક્ષિણ- પશ્વિમ રેલવે ભરતીના પેપર લિક મામલે કર્ણાટકથી પાલવોઇ અશોક અને શેખ જીલાનીની ધરપકડ કરી હતી, તેમની પાસેથી મોબાઇલ અને કેટલાક મહત્વના ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતા, આ કેની ઉંડી તપાસમાં તાર હવે વડોદરા સુધી પહોંચ્યાં છે. આગામી સમયમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
