<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

નવસારીના જલાલપોરના ઓંજલ દરિયાકિનારે ગેરકાયદે બાંધકામ સામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

મહેસૂલ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 6 હજાર ચો.મી.જમીન દબાણ મુક્ત કરાઈ

નવસારીના જલાલપોરના ઓંજલ દરિયાકિનારે ગેરકાયદે બાંધકામ સામે તંત્રનું બુલડોઝર ચાલ્યુ છે. આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયું છેે. મહેસૂલ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 6 હજાર ચો.મી. જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે.  સરકારી ખારપાટની જમીન પરનું દબાણ તંત્રએ દૂર કર્યું છે. 2013માં દબાણ હટાવ્યા બાદ ફરી શેડ અને ફેન્સિંગ કરાયું હતું. કલેક્ટરના આદેશ બાદ મામલતદાર અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. JCBની મદદથી શેડ, પેવર બ્લોક અને તાર ફેન્સિંગ દૂર કરાયા છે. હવન કુંડ સહિતનું ગેરકાયદે બાંધકામ પણ જમીનદોસ્ત કરાયું છે. સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

(7:08 PM IST)