<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

અમદાવાદમાં CNG ગેસના ભાવમાં વધારા સામે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનનો વિરોધ

રિક્ષાચાલકોએ CNG પર સબસિડી આપવાની અને વારંવાર થતા ભાવવધારા પર નિયંત્રણ લાવવાની માંગ કરી

અમદાવાદમાં CNG ગેસના ભાવમાં થયેલા વધારા સામે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. CNGના ભાવમાં રૂ.3.75નો વધારો થતાં જૂનો ભાવ રૂ.85.01થી વધીને રૂ.88.76 થયો છે. ભાવ વધારાને કારણે રિક્ષાચાલકોના દૈનિક ખર્ચમાં વધારો થવાની સાથે આવક પર પણ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિક્ષાચાલકોએ CNG પર સબસિડી આપવાની અને વારંવાર થતા ભાવવધારા પર નિયંત્રણ લાવવાની માંગ કરી છે. સાથે જ વધારેલો ભાવ તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે રિક્ષાચાલકોએ વિરોધ નોંધાવ્યો છે.

(7:39 PM IST)