તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
અમદાવાદ સ્ટેશન પર 3 મહિના માટે જોધપુર–હડપસર–જોધપુર ટ્રેનનું સ્ટોપેજ બંધ
મુસાફરોની સુવિધા માટે ટ્રેનને સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે.

અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને કારણે ટ્રેન નંબર 20495/20496 જોધપુર–હડપસર–જોધપુર દૈનિક એક્સપ્રેસનું અમદાવાદ સ્ટેશન પરનું સ્ટોપેજ 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી અસ્થાયી રીતે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે ટ્રેનને સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે. પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
