<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ગુજરાતમાં અલનીનોની અસર નબળી પડવાની સાથે આગામી સમયમાં સારો વરસાદ થવાની આગાહી

અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રીની શક્યતા વ્યક્ત કરી:હિંદ મહાસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે

અમદાવાદ :ગુજરાતમાં અલનીનોની અસર નબળી પડવાની સાથે આગામી સમયમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રીની શક્યતા વ્યક્ત કરી છે. હિંદ મહાસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલ મઘા નક્ષત્ર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને આગામી સમયને ધ્યાનમાં રાખી પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે

(7:42 PM IST)