<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

સુરતના પીપોદરા GIDC વિસ્તારમાં રાધે સિલ્વર પાર્કમાં તસ્કરોએ મોડી રાત્રે સાત જેટલી દુકાનોને નિશાન બનાવી

તસ્કરોએ મેડિકલ, ફૂટવેર, મોબાઇલ અને કરિયાણાની દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત અન્ય સામાનની ચોરી

સુરતના પીપોદરા GIDC વિસ્તારમાં આવેલા રાધે સિલ્વર પાર્કમાં તસ્કરોએ મોડી રાત્રે સાત જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ મેડિકલ, ફૂટવેર, મોબાઇલ અને કરિયાણાની દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત અન્ય સામાનની ચોરી કરી હતી. એકસાથે સાત દુકાનોમાં ચોરી થતાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરીની ઘટનાને અંજામ આપતી તસ્કરોની ટોળકી CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવા છતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં ન આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે

(8:12 PM IST)