હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવી ગર્લફ્રેન્ડના ડેટિંગ ખર્ચ માટે જૂની ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી પૈસા પડાવનાર વિદ્યાર્થી ઝડપાયો
વિદ્યાર્થિનીને સાથળ પર કટ મરાવી ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી

અમદાવાદ,તા.૨૦: બોપલ ઘુમા વિસ્તારમાં રહેતી અને ફોરેન્સિક વિષયનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના જૂના બોયફ્રેન્ડની પોલીસે પરપકડ કરી છે. આરોપીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ બરાબર ન ચાલતું હોવાનું કહીને જૂની ગર્લફ્રેન્ડના આઈડી-પાસવર્ડ મેળવી લીધા હતા. બાદમાં આરોપીએ ડેટા ટ્રાન્સફર સહિતની શંકાસ્પદ ગતિવિધિ કરી હતી. વિદ્યાર્થિનીને ઈ-મેઈલ મારફતે જાણ થતાં આરોપીએ તેને વીડિયો કોલ કર્યો હતો અને કપડાં ઉતરાવીને સ્ક્રીન રેકોર્ડિગ કરીને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી હતી. બાદમાં આરોપીએ ૧૦ હજારની માગણી કરીને વિદ્યાર્થિનીને કાતરથી પગમાં નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો હતો. વિકૃતિની હદ પાર કરનાર આરોપી આટલેથી અટક્યો નહોતો અને ગર્લફ્રેન્ડના ફોટોનો ઉપયોગ કરીને બિભત્સ લખાણ લખીને સ્ટોરી અપલોડ કરી હતી. બોપલ પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે નવી ગર્લફ્રેન્ડને ડેટ પર લઈ જવાના ખર્ચને પહોંચી વળવા આ કૃત્યુ કર્યું હોવાનું સામે આવ્યું છે.
મૂળ ગાંધીનગરની અને હાલ ઘુમામાં રહેતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિની બોપલની એક કોલેજમાં ફોરેન્સિક વિષયમાં અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા વિદ્યાર્થિનીના જૂના બોયફ્રેન્ડ કર્તવ્ય મણિયારે વીડિયો કોલ કર્યો હતો. કર્તવ્યએ તેનું ઈન્સ્ટાગ્રામ બરાબર ન ચાલતુ હોવાનું કહીને વિદ્યાર્થિનીનું આઇડી પાસવર્ડ મેળવી લીધા હતા, જે બાદ વિદ્યાર્થિનીને ડેટા ટ્રાન્સફર સહિતની અન્ય કાર્યવાહી થતી હોવાનો ઈ-મેઈલ મળ્યો હતો. જેથી તેણે બોયફ્રેન્ડને આ બાબતે પૂછતા તેણે કેટલીક શરતો મૂકીને માગણીઓ કરી હતી. કર્તવ્યએ જૂની ગર્લફ્રેન્ડને સાથળના ભાગે કાતરથી કર્તવ્યનો ધ્ આકારનો કટ મરાવ્યો હતો. કર્તવ્યએ ચાલુ વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સ્ક્રીન રેકોર્ડિગ કરીને વિદ્યાર્થિનીનો ન્યુડ વીડિયો મેળવીને ૧૦ હજાર રૂપિયાની માગણી કરી હતી. ભયમાં મૂકાયેલી વિદ્યાર્થિનીએ દબાણમાં આવીને ૪ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ આરોપીએ બાકીના ૬ હજાર અને ૧૦ હજાર રૂપિયા નહિ આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. થોડીવાર બાદ આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થિનીના બ્લર ચહેરા સાથેનો ફોટો અપલોડ કર્યો હતો અને તેમાં બદનામી ભર્યું લખાણ લખ્યું હતું. બોપલ પોલીસે ગુનો નોંધી રાંચરડાની એક કોલેજમાં અભ્યાસ કરતા કર્તવ્ય મણીયાર (રહે. આનંદનગર)ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે ભોગ બનનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. થોડા સમય પહેલા ફરી પરિચયમાં આવ્યા ત્યારે આરોપી કર્તવ્યએ નવી ગર્લફ્રેન્ડને ડેટ પર લઈ જવાના ખર્ચ માટે આ કૃત્યુ આચર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
