હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચારથી છ ક્રેડિટ સોસાયટીઓ શહેરી સહકારી બેંકો શરૂ કરવાનો પ્રયાસ કરશે?
RBI ના પગલાથી નવી શહેરી સહકારી બેંકો માટે દરવાજા ખુલી શકે છે : બેંકિંગ લાઇસન્સ માટે અરજી કરતી સહકારી ક્રેડિટ સોસાયટી ઓછામાં ઓછી ૧૦ વર્ષથી કાર્યરત હોવી જોઈએઃ ઓછામાં ઓછી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની થાપણો હોવી જોઈએ અને ઓછામાં ઓછી ૩૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ હોવી જોઈએ

અમદાવાદ,તા.૨૦: માધવપુરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક (MMCB) કૌભાંડ બાદ ભારતીય રિઝર્વ બેંકે નવી શહેરી સહકારી બેંકો માટે નવા લાઇસન્સ આપવાનું બંધ કર્યાના બાવીસ વર્ષ પછી મધ્યસ્થ બેંક દ્વારા સૂચિત લાઇસન્સિંગ છૂટછાટ સાથે ગુજરાત આ ક્ષેત્રમાં નવા પ્રવેશકર્તાઓ જોઈ શકે છે.
૨૦૦૪માં MMCB કટોકટી પછી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેમાં થાપણદારોએ અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની બચત ગુમાવી હતી. RBI હવે નવા લાઇસન્સ માટેના નિયમો હળવા કરવાનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ચારથી છ સહકારી ક્રેડિટ સોસાયટીઓ શહેરી સહકારી બેંકો (UCB) શરૂ કરવાનો પ્રયાસ કરે તેવી અપેક્ષા છે. તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા જણાવે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્તાવિત લાઇસન્સિંગ છૂટછાટ અમલમાં આવશે ત્યારે ગુજરાતમાં ઓછામાં ઓછા ચારથી છ નવા યુસીબી ખુલવાની શક્યતા છે. પ્રસ્તાવિત માળખું નવા લાઇસન્સ માટે લાંબા ગાળાની પાઇપલાઇન બનાવી શકે છે અને પાત્ર સહકારી ક્રેડિટ સોસાયટીઓ માટે તકો વધારી શકે છે. કેન્દ્રીય સહકાર મંત્રાલય દ્વારા લેવામાં આવેલી સકારાત્મક પહેલને કારણે જ આ શક્ય બન્યું છે, FUCBCS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.
મહેતાએ જણાવ્યું હતું કે પ્પ્ઘ્ગ્ કૌભાંડ પછી, છેલ્લા બે દાયકામાં ભારતભરમાં કોઈપણ UCB ને લાઇસન્સ મળ્યું નથી. ગુજરાતમાં હાલમાં ૨૦૪ શહેરી સહકારી બેંકો છે જે ઓછામાં ઓછી ૧,૨૦૦ શાખાઓ ચલાવે છે.
રાષ્ટ્રીય સ્તરે, ૧૧,૦૦૦ થી વધુ શાખાઓ સાથે ૧,૪૩૭ શહેરી સહકારી બેંકો છે.
RBI ડ્રાફટ ફ્રેમવર્ક હેઠળ, બેંકિગ લાઇસન્સ માટે અરજી કરતી સહકારી ક્રેડિટ સોસાયટી ઓછામાં ઓછી ૧૦ વર્ષથી કાર્યરત હોવી જોઈએ, ઓછામાં ઓછી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની થાપણો હોવી જોઈએ અને ઓછામાં ઓછી ૩૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ હોવી જોઈએ, અને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ, ૨૦૦૨ હેઠળ નોંધાયેલ હોવી જોઈએ.
અરજદારે પાછલા પાંચ વર્ષમાં સકારાત્મક નાણાકીય કામગીરી દર્શાવવી જોઈએ અને પ્રગતિશીલ સુધારો કરવો જોઈએ. અરજીના વર્ષના ૩૧ માર્ચના રોજ તેનો મૂડી-થી-જોખમ ભારિત સંપત્તિ ગુણોત્તર (CRAR) ઓછામાં ઓછો ૧૨% હોવો જોઈએ.
ડ્રાફટ ધોરણો માલિકીના કેન્દ્રીકરણને રોકવાનો પણ પ્રયાસ કરે છે. કોઈપણ સભ્ય શેર મૂડીના ૫% થી વધુ હિસ્સો રાખી શકતો નથી. ડિરેક્ટર બોર્ડનો ટ્રેક રેકોર્ડ પણ સારો હોવો જોઈએ, મહેતાએ જણાવ્યું.
સહકારી બેંકરોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ધોરણોનો હેતુ સહકારી બેંકિગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. મજબૂત સહકારી મંડળીઓને યુસીબી તરીકે વિકાસ કરવાની તક મળશે. કડક લાઇસન્સિંગ માપદંડો લોકોના પૈસા સુરક્ષિત રહેશે તેની ખાતરી કરશે, એક સહકારી બેંકના ડિરેક્ટરે નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
