હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતના ભેસ્તાન વિસ્તારમાં સરકારી શાળામાં દારૂ પાર્ટી:બાળકોને તગેડી મૂકીને દારુ પાર્ટી કરનાર સુરક્ષાકર્મી સહિત 4 લોકોની ધરપકડ
ભેસ્તાનના સિદ્ધાર્થ નગરની શાળા ક્રમાંક 77 માં સુરક્ષાકર્મી દ્વારા પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ:ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાંડો ફૂટ્યો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં દારૂ પાર્ટી નો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. ભેસ્તાન સ્થિત સિદ્ધાર્થ નગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248 માં સુરક્ષા કર્મી દ્વારા તેના સાથીદારો સાથે મળીને દારૂની મહેફિલ જમાવવામાં આવી હતી. આ ગંભીર ઘટના અંગે શાળા સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી સુરક્ષા કર્મીને નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભેસ્તાન પોલીસે આ મામલે કાર્યવાહી કરીને સુરક્ષા કર્મી અને તેના 4 સાથીદારોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ વીડિયો 15 દિવસ જૂનો છે. ઘટના સમયે શાળામાં બાળકો રમી રહ્યા હતા, ત્યારે સુરક્ષા કર્મીએ બાળકોને ત્યાંથી તગેડી મૂક્યા હતા અને બાદમાં બહારથી શખ્સોને બોલાવીને શાળાના રૂમમાં દારૂની પાર્ટી કરી હતી. કોઈ વિદ્યાર્થીએ આ વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના ભેસ્તાનમાં સમિતિની શાળામાં દારૂ પાર્ટી કરવાના મામલે સરસ્વતીના ધામની ગરિમાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. ભેસ્તાનના સિદ્ધાર્થ નગરની શાળા ક્રમાંક 77 માં સુરક્ષાકર્મી દ્વારા પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ જમાવવામાં આવી હતી. આ શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. વીડિયોમાં 5થી 6 શખ્સો શાળા પરિસરમાં બેસીને દારૂ પાર્ટી કરતા નજરે પડ્યા હતા. મામલો ગંભીર બનતા તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને સુરક્ષાકર્મીની નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને આચાર્યને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
