<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સુરતના કામરેજની ખાઉધરા ગલીમાં ફૂડ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ: ખાણીપીણીની લારીઓ અને દુકાનદારોમાં દોડધામ

તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંદકી જોવા મળતાં કાર્યવાહી :અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરાયો: નિયમોનું ઉલ્લંઘન કરનાર દુકાનોને સીલ કરવાની તજવીજ

સુરતના કામરેજની ખાઉધરા ગલીમાં ફૂડ વિભાગે અચાનક ચેકિંગ હાથ ધરતા ખાણીપીણીની લારીઓ અને દુકાનદારોમાં દોડધામ મચી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંદકી જોવા મળતાં અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર દુકાનોને સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તેમજ ખાદ્ય પદાર્થો માટે નિયમ વિરુદ્ધ ન્યૂઝપેપરનો ઉપયોગ કરનારા લારી-ગલ્લા ધારકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

(2:09 PM IST)