હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ ‘‘સ્વાગતમ્ કૃષ્ણ ૨૦૨૬'' સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે

અમદાવાદઃ ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે ‘‘સ્વાગતમ્ કૃષ્ણ ૨૦૨૬''ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ સમગ્ર ગુજરાતમાં આયોજીત ‘‘સ્વાગતમ્ કૃષ્ણ ૨૦૨૬'' કાર્યક્મની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, ૨૨ ઓગસ્ટે સાંજે ૬ કલાકે ચાંદખેડા શ્રી સદારામ બાપા કોમ્યુનિટી હોલ, ઉમિયા પાર્ટી પ્લોટ, ગોતા, બાલાજી ઓએસિસ લોન, પાલજ, ગાંધીનગર, ૨૩ ઓગસ્ટે સાંજે ૬ કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, રાજકોટ સિસન્સ હોટેલ, ૨૯ ઓગસ્ટે સાંજે ૬ કલાકે ચાંદલોડિયા કોમ્યુનિટી સેન્ટર, મંગલપાંડે હોલ, નિકોલ, મેડોઝ, અદાણી શાંતિગ્રામ, ૩૦ ઓગસ્ટે સાંજે ૬-૦૦ કલાકે સાણંદ, કલોલ ટાઉનહોલ, વેદમંદિર, મણિનગર, તેમજ ૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમીની સાંજે ૬ કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, સુરત મહેશ્વરી ભવન, હરેકૃષ્ણ મૂવમેન્ટ, વડોદરા ઈવામોલ ખાતે આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવામાં આવશે.
આ સાથે ૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમીના રોજ સવારે ૮ થી રાત્રી ૧૨:૩૦ સુધી ભાડજ ખાતે આવેલા ઇસ્કોન હરેકૃષ્ણ મુખ્ય મંદિરમાં તેમજ સેકટર-૧ ગાંધીનગર ખાતે સવારે ૮ થી રાત્રી ૧૨:૩૦ સુધી ભગવાન શ્રીકૃષ્ણની મહિમા વિવિધ સંદેશા સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જનમાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. અંતમાં ૧૩ સપ્ટેમ્બરે કડી ટાઉનહોલ ખાતે ‘‘સ્વાગતમ્ કૃષ્ણ ૨૦૨૬''નું આયોજન કરવામાં આવ્યું છે. અ સિવાય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ તાલુકાના આશરે ૧૦ ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ વધુમાં જણાવ્યું હતું કે ‘‘સ્વાગતમ્ કૃષ્ણ ૨૦૨૬'' નો ઉદ્દેશ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના સંદેશ અને ભાવનાને મંદિરની બહાર સમાજના વિવિધ વર્ગો જેવા કે અબાલ વૃધ્ધ ષી-પુરૂષ તેમજ ભારતના આશાસ્પદ ભવિષ્ય એવા યુવાવર્ગ સુધી પહોંચાડવાનો છે.
શ્રાવણ માસ દરમિયાન વિવિધ શહેરો, નગરો અને ગામોમાં આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલની પ્રેરણા, કૃષ્ણ કૃપામૃર્તિ શ્રીલ પ્રભુપાદ, ઇસ્કોનના સ્થાપક-આચાર્ય પાસેથી પ્રાપ્ત થઈ છે. શ્રીલ પ્રભુપાદે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રીકૃષ્ણના સંદેશ, ભગવદ ગીતાના ઉપદેશો અને હરેકૃષ્ણ મહામંત્રને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવામાં સમર્પિત કર્યું હતું જે સંદેશ ‘‘સ્વાગતમ્ કૃષ્ણ ૨૦૨૬'' નો અગ્ર ભાગ હોવાનું અંતમાં જણાવ્યું હતું (તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
