હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતમાં રખડતા શ્વાનનો આતંક:પર્વત પાટિયા સ્થિત રાજ રેસિડેન્સીમાં એક રહીશ પર શ્વાન તૂટી પડતાં પ્લાસ્ટિકની ખુરશી ફેંકી બચાવ કરાયો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં વાયરલ થઈ : સ્થાનિકોમાં પાલિકા સામે ભારે રોષ ફેલાયો

સુરત શહેરમાં રહેણાંક વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ ફરી એકવાર ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં સામે આવેલા બનાવ અનુસાર, પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ રેસિડેન્સી સોસાયટીમાં એક સ્થાનિક રહીશ પર શ્વાન અચાનક તૂટી પડ્યો હતો. રહીશે પ્લાસ્ટિકની ખુરશી વડે સ્વબચાવ કરતાં માંડ જીવ બચ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે..
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ રેસિડેન્સી સોસાયટીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. સોસાયટી પરિસરમાં સામાન્ય ચહલપહલ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક એક આક્રમક શ્વાન ધસી આવ્યો હતો અને ત્યાંથી પસાર થઈ રહેલા એક રહીશ પર સીધો હુમલો કરી દીધો હતો. શ્વાનના અણધાર્યા હુમલાથી ગભરાઈ ગયેલા રહીશે બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં શ્વાનના આતંકના લાઈવ દ્રશ્યો કેદ થઈ ગયા છે.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે. રાજ રેસિડેન્સીના રહીશોના જણાવ્યા મુજબ, સોસાયટીના ગેટ પાસે અને જાહેર રસ્તાઓ પર શ્વાનોનું ઝૂંડ જમા રહે છે. બાળકોને ટ્યુશન કે શાળાએ મોકલવા તેમજ વૃદ્ધોને મોર્નિંગ વોક માટે નીકળવું અત્યંત જોખમી બની ગયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકાનું ઢોર અને એનિમલ કંટ્રોલ વિભાગ સમયસર કાર્યવાહી કરતું નથી તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.
સુરતની આ ઘટના વાયરલ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું છે. એબીસી (એનિમલ બર્થ કંટ્રોલ) નિયમો હેઠળ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ ઝુંબેશ તેજ બનાવવા માંગ ઊઠી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિને શ્વાન કરડે તો જખમને તુરંત વહેતા પાણી અને સાબુથી ધોઈ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે રેબીઝ વિરોધી રસી (ARV) લેવી અત્યંત આવશ્યક છે..









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
