<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના મામલે વરાછાના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાને પત્ર લખ્યો

માત્ર સીલ, નોટિસ કે અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી કાયમી પરિણામ નહીં મળે તેમ જણાવી અત્યાર સુધી પકડાયેલા ભેળસેળિયાઓ સામે લેવાયેલા કાયદાકીય પગલાંની વિગતો માંગી

સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના મામલે વરાછાના ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાને પત્ર લખ્યો છે. હોટેલ-રેસ્ટોરન્ટમાં ચાલી રહેલા ચેકિંગ અભિયાનને આવકારી ભેળસેળ સામે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

સુરતમાં ફૂડ પોઇઝનિંગથી 5 વર્ષની બાળકીના મોત બાદ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. માત્ર સીલ, નોટિસ કે અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી કાયમી પરિણામ નહીં મળે તેમ જણાવી અત્યાર સુધી પકડાયેલા ભેળસેળિયાઓ સામે લેવાયેલા કાયદાકીય પગલાંની વિગતો માંગી છે. થોડા દિવસ અભિયાન બાદ ફરી સ્થિતિ ‘જેસે થે’ થઈ જતી હોવાની ચિંતા વ્યક્ત કરી કિશોર કાનાણીએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વો સામે કડક કાયદો બનાવી તેનો ચુસ્ત અમલ કરવાની રજૂઆત કરી છે.

(8:21 PM IST)