તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 20th August 2026
મહેસાણાના વિજાપુરમાં નકલી ચલણી નોટોનું કૌભાંડ ઝડપાયું: દેવું ચૂકવવા માટે વિસનગરના યુવકોએ ભેગા મળી નકલી નોટો છાપવાનો પ્લાન બનાવ્યો
HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500 રૂપિયાની 26 નકલી નોટો જમા કરાવતા ભાંડો ફૂટ્યો: લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો તૈયાર કરાઈ

મહેસાણાના વિજાપુરમાં નકલી ચલણી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500 રૂપિયાની 26 નકલી નોટો જમા કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, દેવું ચૂકવવા માટે વિસનગરના યુવકોએ ભેગા મળી નકલી નોટો છાપવાનો પ્લાન બનાવ્યો હતો. લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો તૈયાર કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી ચાર શાતિર આરોપીઓની ધરપકડ કરી છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
