<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

અમદાવાદમાં બે દિવસીય પ્રોહિબિશન ડ્રાઇવ: 215 પ્રોહિબિશન કેસ નોંધાયા :244 આરોપીઓની ધરપકડ

વિદેશી દારૂ સંબંધિત 47 કેસમાં આશરે 11,000 વિદેશી દારૂની બોટલો જપ્ત: દેશી દારૂના 168 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં 1,900 લિટરથી વધુ દેશી દારૂ જપ્ત: લાખોનો મુદામાલ અજ઼પ્ત કરાયો

અમદાવાદ શહેર પોલીસે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ના આદેશ બાદ બે દિવસીય સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરી હતી. આ ડ્રાઇવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને સોલા, સાબરમતી અને નરોડામાંથી, ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

બે દિવસ ચાલેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 215 પ્રોહિબિશન કેસ નોંધ્યા હતા અને આ કેસોમાં 244 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વિદેશી દારૂ સંબંધિત 47 કેસમાં આશરે 11,000 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કુલ કિંમત આશરે રૂપિયા 28 લાખ આંકવામાં આવી છે.

વધુમાં, દેશી દારૂ સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. દેશી દારૂના 168 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં 1,900 લિટરથી વધુ દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. દેશી દારૂના આ જથ્થાની બજાર કિંમત આશરે રૂપિયા 3.88 લાખ જેટલી થાય છે. અમદાવાદ પોલીસની આ સઘન કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે

 

(11:10 PM IST)