<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ઘરે બેઠા મળશે પુસ્‍તકો

પાઠ્‍યપુસ્‍તક મંડળ અને એમેઝોન વચ્‍ચે ઐતિહાસિક MoU : પુસ્‍તકો કોઈપણ વધારાના ડિલિવરી ચાર્જ વગર માત્ર છાપેલી કિંમતે જ ઉપલબ્‍ધ કરાવાશે, જેથી વાલીઓને સ્‍ટોર્સ પર લાંબી લાઈનો અને પુસ્‍તકોની અછતમાંથી કાયમી મુક્‍તિ મળશે

અમદાવાદ તા.૨૧: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી અને આધુનિક ઈ-કોમર્સ વ્‍યવસ્‍થાનો સમન્‍વય સાધતો એક અત્‍યંત મહત્‍વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્‍યો છે. ગુજરાત રાજ્‍ય શાળા પાઠ્‍યપુસ્‍તક મંડળ અને વૈશ્વિક ઈ-કોમર્સ પ્‍લેટફોર્મ એમેઝોન વચ્‍ચે એક સમજૂતી કરાર એટલે કે એમઓયુ (MoU) સંપન્ન થયા છે. આ ઐતિહાસિક પહેલ થકી હવે રાજ્‍યની ખાનગી શાળાઓ (Private Schools)માં અભ્‍યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઘરઆંગણે સરળતાથી અધિકૃત પાઠ્‍યપુસ્‍તકો ઉપલબ્‍ધ થશે.

નવા કરાર મુજબ, એમેઝોન પર ઉપલબ્‍ધ થનારા પાઠ્‍યપુસ્‍તકો વિદ્યાર્થીઓને તેની મૂળ છાપેલી કિમતે જ મળશે. સૌથી મોટી રાહતની વાત એ છે કે, આ ઓનલાઈન ઓર્ડર પર ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારનો વધારાનો ડિલિવરી ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આમ, વાલીઓને ઘર બેઠા પુસ્‍તકો મેળવતી વખતે એક પણ રૂપિયો વધારાનો ચૂકવવો પડશે નહીં.

દર શૈક્ષણિક સત્રની શરૂઆતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્‍ટેશનરી તેમજ બુક સ્‍ટોર્સ પર પુસ્‍તકો મેળવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. ઘણી વખત પુસ્‍તકોની કૃત્રિમ અછત કે ઊંચા ભાવ લેવાની ફરિયાદો પણ ઉઠતી હતી. આ ભાગીદારીથી વિતરણ વ્‍યવસ્‍થા સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને સુવ્‍યવસ્‍થિત બનશે. એમેઝોનના વિશાળ લોજાિસ્‍ટિક્‍સ નેટવર્કના સહારે રાજ્‍યના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્‍તારો સુધી પુસ્‍તકો ઝડપથી પહોંચાડી શકાશે.

રાજ્‍ય સરકારના આ ક્રાંતિકારી પગલાંથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓને સમયસર અને અસલી સિલેબસ આધારિત પુસ્‍તકો મળવાનું સુનિヘતિ થશે. વાલીઓ પોતાના મોબાઈલ કે કમ્‍પ્‍યુટરથી થોડી જ મિનિટોમાં ધોરણવાર પુસ્‍તકોના સેટ ઓર્ડર કરી શકશે. શિક્ષણ વિભાગ અને પાઠ્‍યપુસ્‍તક મંડળની આ પહેલને રાજ્‍યભરના વાલી મંડળો અને શિક્ષણવિદો તરફથી ભારે આવકાર મળી રહ્યો છે.

(10:27 AM IST)