<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

વડોદરાની હોટલમાં બે નહીં ત્રણ ગે યુવકો હતાઃ એકે લીધી હતી વાયગ્રા : ત્રીજાને ફોન કરીને બોલાવાયો

વડોદરાની હોટલમાં ગે યુવકના મોત મામલે વધુ એક મોટો ઘટસ્‍ફોટ

વડોદરા તા.૨૧: વડોદરાની 'હોટેલ વિન્‍ટેજ ઈન'માં પરિણીત ગે યુવકના મોત બાદ એક ચોંકાવનારો ઘટસ્‍ફોટ થયો છે. પોલીસ તપાસમાં એવું સામે આવ્‍યું કે રૂમમાં બે નહીં પરંતુ ત્રણ સમલૈંગિક યુવકો હાજર હતા.

બન્ને યુવકો જ્‍યારે રુમમાં હતા ત્‍યારે મૃતકે ત્રીજા યુવકને પણ મેસેજ કરીને બોલાવ્‍યો હતો. બીજા યુવકે વાયગ્રા લીધી હોવાનું પણ ખુલ્‍યું છે. પોલીસને આશંકા છે તેઓ સંબંધ બાંધવાના ઈરાદાથી હોટલમાં આવ્‍યાં હતા પરંતુ એકનું મોત થતાં મામલો બગડ્‍યો હતો.

પાણીગેટ ખાટકીવાડ વિસ્‍તારમાં રહેતા યુવક ભાયલી ગામના રહેવાસી યુવકને ગે સંબંધો હતા અને તેઓ વોટ્‍સએપના માધ્‍મયથી એકબીજાના સંપર્કમાં હતા. એટલે બંનેએ હોટેલમાં મળવાનું નક્કી કર્યું હતું અને ત્‍યારે મોડી રાત્રે ૩ વાગ્‍યે બંને યુવક દાંડિયાબજારની હોટેલ વિન્‍ટેજ ઈનમાં પહોંચ્‍યા હતા. જ્‍યાં રૂમ નંબર ૩૦૪ બુક કરાવ્‍યો હતો. રૂમમાં ઠોકરથી યુવક નીચે પડ્‍યા બાદ માથામાં ઈજા થઈ અને સવારે મોત થયું હતું.

સવારે ૭ વાગ્‍યે મહેશે બૂમાબૂમ કરતા કરતા રિસેપ્‍શન પર આવ્‍યો હતો અને કહ્યું હતું કે ૧૦૮ બોલાવો, યુનુસને કંઈક થઈ ગયું છે. જેને પગલે હોટલનો સ્‍ટાફ હરકતમાં આવી ગયો હતો અને તુરંત જ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસને જાણ કરી હતી. જો કે ૧૦૮ની ટીમ અને પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી ત્‍યારે તપાસ દરમિયાન યુનુસ મૃત્‍યુ પામેલી હાલતમાં મળી આવ્‍યા હતા અને મૃતદહેને સયાજી હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમમાં મોકલ્‍યો હતો.

હોટેલમાં રોકાયેલા ૩ યુવાન ગે હોવાનું ACP અશોક રાઠવાનું કહેવું છે. મૃતકની સાથે રહેલા મહેશના શરીર પર કોઈ ઝપાઝપી કે ઈજાના નિશાન મળ્‍યા નથી, છતાં પોલીસ સત્‍ય જાણવા તેની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે. મૃતકે કોઈ નશો કર્યો હતો કે કેમ તે ચકાસવા બ્‍લડ સેમ્‍પલ પણ લેવાયા છે. હાલમાં રાવપુરા પોલીસે અકસ્‍માતે મોતનો ગુનો નોંધ્‍યો છે અને પીએમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્‍પષ્ટ થશે.

(10:29 AM IST)