<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

અમદાવાદની એલ ડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીને લાફો મારનાર અધ્યાપકની મોડાસામાં બદલી કરી દેવાઈ

- એલડી એન્જિનિયરિંગ કોલેજે તપાસ કર્યા બાદ સરકારમાં રિપોર્ટ સોપ્યો હતો

અમદાવાદની એલ ડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીને લાફો મારનાર અધ્યાપકની બદલી કરી દેવાઈ છે.  ટેક્નિકલ શિક્ષણ વિભાગે અધ્યાપકની મોડાસામાં બદલી કરાઈ છે,. યુનિવર્સિટીમાં પરીક્ષામાં ઉત્તરવહી મોડી આપનાર વિદ્યાર્થીને લાફો માર્યો હતો . જૂન માસમાં પરીક્ષા દરમિયાન આ ઘટના ઘટી હતી. સમગ્ર મામલે વિદ્યાર્થીએ કરી હતી ફરિયાદ. એલડી એન્જિનિયરિંગ કોલેજે તપાસ કર્યા બાદ સરકારમાં રિપોર્ટ સોપ્યો હતો. રિપોર્ટને આધારે સરકારની છબી ખરડાઈ હોવાનું જણાવી અધ્યાપકની મોડાસા બદલી કરાઈ છે.

(12:02 PM IST)