તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 21st August 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી જાહેરાત : 23મી ઓગસ્ટે લેવાશે લેખિત પરીક્ષા : 25 હજાર ઉમેદવારોના કોલલેટર ડાઉનલોડ
PSI વાયરલેસ, ટેકનિકલ ઓપરેટર, મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવરની 1050 જગ્યા માટે પરીક્ષા - ફેશિયલ રેકગ્નિશન અને AI ટેકનોલોજીથી કડક સુરક્ષા

ગાંધીનગર, તા.૨૧ : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. 23મી ઓગસ્ટે લેખિત પરીક્ષા લેવાશે. 25 હજાર ઉમેદવારોના કોલલેટર ડાઉનલોડ કરાયા છે.રાજ્ય પોલીસ દળમાં કુલ 1050 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે:
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની કુલ 72 જગ્યા અને ટેકનિકલ ઓપરેટરની કુલ 898 જગ્યાઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ)ની કુલ 35 જગ્યાઓ,હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) ની કુલ 45 જગ્યાઓ
ત્રણેય જાહેરાતો અન્વયેની લેખિત પરીક્ષા તા. 23-08-2026 ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર છે. જેના કોલલેટર તા.17-08-2026 થી ડાઉનલોડ કરવાના શરૂ થયેલ છે અને અત્યાર સુધીમાં ત્રણેય પરીક્ષાના મળીને 25,000 જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કરેલ છે.
MCQ પદ્ધતિથી લેવાનાર પરીક્ષાની વિગતો:
પરીક્ષા પરીક્ષાનો સમય ગુણ
PSI (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર 8:00 થી 12:30 200 MCQ
PSI (મોટર ટ્રાન્સપોર્ટ) 8:00 થી 12:30 210 MCQ
હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) 13:00 થી 18:00 (બપોરે 1 થી 6) 210 MCQ
ક્વોલિફાય થવા માટે Part-A અને Part-B માં અલગ-અલગ ઓછામાં ઓછા 40% ગુણ હોવા જોઈએ. દરેક MCQનો એક ગુણ છે તથા માયનસ પદ્ધતિ અમલમાં છે.
આ લેખિત પરીક્ષા પારદર્શક રીતે કોઈપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટે -1100 થી વધુ પોલીસ અધિકારી / કર્મચારીઓ તથા 1500 જેટલા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવેલ છે.
- દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર PI કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક આપવામાં આવેલ છે.
- ગેરરીતિ અટકાવવા માટે Facial recognition technology તથા AI નો ઉપયોગ કરવામાં આવનાર છે.
- પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી, રાજ્ય ભરતી કંટ્રોલરૂમ, કરાઈ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવશે.
- આ પરીક્ષા પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરના સુપરવિઝન હેઠળ, DIGP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.
- Multiple Security Layers તથા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
ભરતી બોર્ડે જણાવ્યું છે કે જે ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કરવાના બાકી છે તેઓ સમયસર ડાઉનલોડ કરી લે અને તમામ ઉમેદવારોને પોતાના પરીક્ષા કેન્દ્ર ખાતે સમયસર પહોંચી જવા વિનંતી કરવામાં આવે છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
