તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
ડાંગમાં વહેલી સવારથી વરસાદી માહોલઃ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મધ્ય પ્રદેશ પર સિસ્ટમ સક્રિય થતા ડાંગ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ડાંગના સાપુતારા, વઘઈ અને સુબીર પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

સાપુતારા, તા.૨૧:ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મધ્ય પ્રદેશ પર સિસ્ટમ સક્રિય થતા ડાંગ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ડાંગના સાપુતારા, વઘઈ અને સુબીર પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
ડાંગના મુખ્ય મથક આહવા વિસ્તારમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનને કારણે ડાંગના રમણીય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સમગ્ર પંથકમાં ચોમાસાની સુંદરતા તથા હરિયાળી ખીલી ઉઠી છે.
સાપુતારા સહિતના પર્વતીય વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. અહીં ડુંગરો પર ધુમ્મસની ચાદર છવાઈ જવાના કારણે પ્રવાસીઓ આહ્લાદક અને રોમાંચક વાતાવરણનો ભરપૂર આનંદ માણી રહ્યા છે.હવામાન નિષ્ણાતોના મતે, મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં એક મજબૂત લો પ્રેશર એરિયા સર્જાયો છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ત્રણ શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે. આ ત્રિપુટીની સંયુક્ત અસરના કારણે આગામી ૨૭ ઓગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
