<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

વડોદરાના અકોટા ટાઉનશિપમાં SOGએ મકાનમાં દરોડો :પ્રતિબંધિત ઈ-સિગારેટનો 10 લાખથી વધુનો જથ્થો ઝડપાયો

પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી:પોલીસે બે આરોપીઓને ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી

વડોદરાના અકોટા ટાઉનશિપમાં SOGએ મકાનમાં દરોડો પાડી પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. SOGની કાર્યવાહીમાં રૂ.10 લાખથી વધુ કિંમતની ઈ-સિગારેટ મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મામલે પોલીસે બે આરોપીઓને ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(7:25 PM IST)