<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

અમદાવાદમાં હવે નાગરિકોની જેમ પાળતુ શ્વાન અને બિલાડીના મૃત્યુ બાદ પણ સર્ટિફિકેટ અપાશે

AMCના સીએનસીડી વિભાગ દ્વારા ડોગ કે કેટના ક્રિમેશન બાદ અંતિમવિધિ સર્ટિફિકેટ અપાશે : ગુજરાતમાં પ્રથમ

અમદાવાદમાં હવે નાગરિકોની જેમ પાળતુ શ્વાન અને બિલાડીના મૃત્યુ બાદ પણ સર્ટિફિકેટ આપવામાં આવશે. AMCના સીએનસીડી વિભાગ દ્વારા ડોગ કે કેટના ક્રિમેશન બાદ અંતિમવિધિ સર્ટિફિકેટ આપવામાં આવશે. ગુજરાતમાં પ્રથમવાર કોઈ શહેરમાં પાળતુ પ્રાણીઓ માટે આ પ્રકારનું ક્રિમેશન સર્ટિફિકેટ આપવામાં આવનાર છે. AMC દ્વારા આશરે આઠ મહિના પહેલાં શ્વાન અને બિલાડી માટે અગ્નિસંસ્કારની સુવિધા શરૂ કરવામાં આવી હતી. હવે આ સુવિધા અંતર્ગત મૃત પાળતુ પ્રાણીના અંતિમ સંસ્કાર બાદ માલિકને સત્તાવાર સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.  

(6:17 PM IST)