<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતેથી શહેર અને જિલ્લાના ગંભીર ગંભીર ગુનાના 10 જેટલા આરોપીઓને અન્ય જેલમાં મોકલાયા

જેલની આંતરિક શિસ્ત સલામતી અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જરૂરી કાર્યવાહી કરાઈ

સુરત : પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ ડૉ. કે.એલ.એન. રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા ઝોન, સરોજ કુમારી નાઓની સૂચના મુજબ, લાજપોર મધ્યસ્થ જેલ, સુરતના અધિક્ષક શ્રીપાલ શેષમા નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ અધિક્ષક શ્રી ડી.પી. ભટ્ટ અને નાયબ અધિક્ષક શ્રી એ.એચ. રાજપુતનાઓની સૂચના અનુસાર જેલની આંતરિક શિસ્ત સલામતી અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે સુરત શહેર તથા જિલ્લામાં વિવિધ ગંભીર ગુનાઓમાં સંકળાયેલા કેટલાક આરોપીઓ સ્થાનિક વિસ્તારમાં તેમના સંપર્કો તથા સ્થાનિક હોવાના લાભનો ઉપયોગ કરીને સંગઠીત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની બાબતો ધ્યાને આવેલ છે. આવા સંજોગોમાં જેલની આંતરિક શિસ્ત અને સલામતી જળવાઈ રહે તેમજ સ્થાનિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર કોઈ વિપરીત અસર ન પડે તે હેતુથી સંબંધિત નામદાર કોર્ટ સાથે જરૂરી સંકલન કરી અને નામદાર કોર્ટની જરૂરી મંજૂરી મેળવી (૧) પ્રવિણ ઉર્ફે દિપર દશરથભાઈ રાઉત (ર) અનીશ અજુ 5/0 અઝીઝખાન મુન્ના લાકડાવાલા હુસેનખાન પઠાણ (૩) જૉયુંબ ઉર્ફે જુહેબ જીયાઉદિન અંસારી (૪) વિકાસ ઉર્ફે વિક્કી અરૂણ આહીરે (૫) નવીન ઉર્ફે જાડિયો રાજેન્દ્રભાઇ સીગવન તથા અન્ય ૦૫ આરોપીઓ એમ મળી કુલ-૧૦ આરોપીઓની લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતેથી રાજ્યની અન્ય જેલોમાં જેલ બદલી કરવામાં આવેલ છે.  આરોપીઓની જેલ બદલી સંબંધિત નામદાર કોર્ટની જરૂરી મંજૂરી મેળવી, લાગુ કાયદા-નિયમો તથા જેલ સુરક્ષાને લગતી જોગવાઈઓ અનુસાર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત, ગંભીર ગુનાઓમાં સંકળાયેલા ૨૦ થી વધુ આરોપીઓની જેલ બદલી અંગે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આરોપીઓની જેલ બદલી કરવા અંગે સંબંધિત નામદાર કોર્ટની જરૂરી મંજૂરી મેળવવા સહિતની કાર્યવાહી/ તજવીજ હાલ ચાલુ છે. જરૂરી મંજૂરી પ્રાપ્ત થયા બાદ લાગુ પડતા કાયદા-નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
લાજપોર મધ્યસ્થ જેલ, સુરત દ્વારા જેલ સુરક્ષા અને વહીવટને વધુ અસરકારક બનાવવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓ પર વ્યક્તિગત કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે જેલની શિસ્ત સલામતી અને સુરક્ષા માટે સતત ઝડતી ચેકિંગની કાર્યવાહી કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં પણ જરૂરી અસરકારક કાર્યવાહી કરવામાં આવશે.

(6:50 PM IST)