<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

ગાંધીનગરના ખાત્રજ ગામમાં ચોર હોવાની શંકાએ પરપ્રાંતિય યુવકને ઢોર માર મારવામાં આવતા મોત

યુવકનો અવાજ સાંભળીને તેના મિત્રોએ દરમિયાનગીરી કરી તેને છોડાવ્યો અને રૂમ પર લઈ ગયા:રાત્રિ દરમિયાન રૂમ પર જ યુવકનું મોત નીપજ્યું

ગાંધીનગરના ખાત્રજ ગામમાં ચોર હોવાની શંકાએ પરપ્રાંતિય યુવકને ઢોર માર મારવામાં આવતા તેનું મોત થયું છે. ખાત્રજની લેબર કોલોનીમાં યુવકને ચોર સમજી માર મારવામાં આવ્યો હતો. યુવકનો અવાજ સાંભળીને તેના મિત્રોએ દરમિયાનગીરી કરી તેને છોડાવ્યો અને રૂમ પર લઈ ગયા હતા. જોકે રાત્રિ દરમિયાન રૂમ પર જ યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે માર મારવાના આરોપમાં પિતા-પુત્રની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(7:21 PM IST)