તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
સુરતના લિંબાયત વિસ્તારમાં ચા દુકાનદાર સાથે પોલીસ દ્વારા મારપીટ કરવાના આક્ષેપનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો
પોલીસકર્મીઓને મફત ચા આપવાનો ઈન્કાર કરતા તેમને અભદ્ર ગાળો આપી ઢોર માર માર્યો અને રૂ.10 હજાર લઈ ગયા હોવાનો આક્ષેપ: હાઈકોર્ટે CP સહિત પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યો: વધુ સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે.

સુરતના લિંબાયત વિસ્તારમાં ચા દુકાનદાર સાથે પોલીસ દ્વારા મારપીટ કરવાના આક્ષેપનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. અરજદારનો આક્ષેપ છે કે પોલીસકર્મીઓને મફત ચા આપવાનો ઈન્કાર કરતા તેમને અભદ્ર ગાળો આપી ઢોર માર મારવામાં આવ્યો હતો. તેમજ દુકાનમાંથી રૂ.10 હજાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ઘટનાના CCTV ફૂટેજ હોવાનો દાવો અરજદારે કર્યો છે. CPને રજૂઆત છતાં લિંબાયત પોલીસને જ તપાસ સોંપાઈ હોવાનો આક્ષેપ છે. પોલીસના ભયથી દુકાનદાર સુરત છોડીને ઉત્તર પ્રદેશ ગયા હોવાનું પણ જણાવાયું છે. હાઈકોર્ટે CP સહિત પોલીસ અધિકારીઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. વધુ સુનાવણી 30 સપ્ટેમ્બરે થશે
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
