News of Friday, 21st August 2026
સાબરકાંઠાના તલોદથી શૈક્ષણિક પ્રવાસે નીકળેલા મનોદિવ્યાંગ 35થી 40 બાળકોની બોટાદ પહોંચતા અચાનક તબિયત લથડી
બાળકોને ઝાડા, ઉલટી, તાવ અને શરદી જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક બોટાદની સોનાવાલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

સાબરકાંઠાના તલોદથી શૈક્ષણિક પ્રવાસે નીકળેલા મનોદિવ્યાંગ 90 વિદ્યાર્થીઓમાંથી 35થી 40 બાળકોની બોટાદ પહોંચતા અચાનક તબિયત લથડી હતી. બે બસમાં પ્રવાસે નીકળેલા બાળકોને ઝાડા, ઉલટી, તાવ અને શરદી જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક બોટાદની સોનાવાલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફૂડ પોઈઝનિંગ કે વાયરલ ઈન્ફેક્શનના કારણે તબિયત લથડી હોવાની આશંકા છે. હોસ્પિટલના ડોક્ટરોએ બાળકોને તાત્કાલિક સારવાર આપી હતી. સ્થિતિ સામાન્ય થયા બાદ બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમિયાન બોટાદ રિક્ષા એસોસિયેશને બીમાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રિક્ષા સેવા પૂરી પાડી હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
