<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડ મામલે સ્ટેટ જીએસટી વિભાગની મોટી કાર્યવાહી :નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક તેમજ ભાગીદારની ધરપકડ

21.49 કરોડ રૂપિયાથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હત: પેઢીના મહત્વપૂર્ણ હિસાબી દસ્તાવેજો, કમ્પ્યુટર્સ તેમજ અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત

અમદાવાદ :ગુજરાત રાજ્ય માલ અને સેવા કર (GST) વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે હાથ ધરાયેલી સર્ચ કાર્યવાહી દરમિયાન બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે મેસર્સ નટરાજ ઇન્ડસ્ટ્રીઝના માલિક તથા મેસર્સ નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર અજયકુમાર સત્યનારાયણ શાહ દ્વારા બોગસ ખરીદી દર્શાવીને મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. અજયકુમાર શાહે 21.49 કરોડ રૂપિયાથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ કૌભાંડમાં તેમની સીધી સંડોવણી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જીએસટી વિભાગની વિશેષ ટીમે તેમની વિધિવત ધરપકડ કરી છે.

 સર્ચ ઓપરેશન દરમિયાન વિભાગે પેઢીના મહત્વપૂર્ણ હિસાબી દસ્તાવેજો, કમ્પ્યુટર્સ તેમજ અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. હાલ આ તમામ દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક ફોરેન્સિક ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ જેમ જેમ આગળ વધશે તેમ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય વચેટિયાઓ, નકલી પેઢીઓ અને વધારાની વેરાકીય જવાબદારી બહાર આવવાની શક્યતા છે.

(8:37 PM IST)