News of Friday, 21st August 2026
મહેસાણાના વડનગરમાં શેરબજારમાં રોકાણના નામે લોકોને છેતરતા ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ :મલેકપુર ગામેથી ચાર શખ્સોની ધરપકડ
આરોપીઓ ખોટા નામે ફોન કરી શેરબજારની ટિપ્સ આપતા અને ‘ગ્રીન’ તથા ‘શ્યામ સ્ટોક એડવાઈઝરી’ના નામે ગ્રાહકોને ખોટી ટિપ્સ આપી રોકાણ કરાવતા

મહેસાણાના વડનગરમાં શેરબજારમાં રોકાણના નામે લોકોને છેતરતા ડબ્બા ટ્રેડિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડનગરના મલેકપુર ગામેથી LCBએ ચાર શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ ખોટા નામે ફોન કરી શેરબજારની ટિપ્સ આપતા હતા અને ‘ગ્રીન’ તથા ‘શ્યામ સ્ટોક એડવાઈઝરી’ના નામે ગ્રાહકોને ખોટી ટિપ્સ આપી રોકાણ કરાવતા હતા. શેરબજારની એપ દ્વારા શેરના ભાવમાં થતી વધઘટ બતાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે દરોડા દરમિયાન 8 મોબાઈલ ફોન, શેરબજારના સ્ક્રીનશોટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચારેય આરોપીઓ સામે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
