<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

અમદાવાદની કોર્ટમાં સગીરા દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો યુપીના દેવરાજ ચૌધરીને 20 વર્ષની કેદની સજા ફટકારી

કેસમાં આરોપ સામે રજૂ થયેલા વૈજ્ઞાનિક પુરાવા, સાક્ષીઓ અને અન્ય દસ્તાવેજોના આધારે અદાલતે કડક વલણ અપનાવ્યું:સગીરાને લગ્નની લાલચ આપી શોષણ કર્યું :મામલો ગર્ભાવસ્થા સુધી પહોંચ્યો હતો.

 

અમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ઉત્તરપ્રદેશના દેવરાજ ચૌધરીને POCSO Case હેઠળ 20 વર્ષની કેદની સજા ફટકારી છે. કેસમાં રજૂ થયેલા DNA ટેસ્ટ સહિતના પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપ સામેનો ગુનો પુરવાર થયો હોવાનું અદાલતે માન્યું છે.

કેસની વિગતો મુજબ આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાના પરિણામે સગીરા સગર્ભા બની હતી. મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ તપાસ એજન્સી દ્વારા આરોપ સામે વિવિધ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

આ કેસમાં DNA ટેસ્ટને મહત્વના વૈજ્ઞાનિક પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. DNA રિપોર્ટ ઉપરાંત સાત સાક્ષીઓની જુબાની અને કુલ 15 જેટલા પુરાવાઓના આધારે કોર્ટ સમક્ષ કેસ રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર પુરાવા અને સાક્ષીઓનું મૂલ્યાંકન કર્યા બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.

સગીરાઓ સામેના જાતીય ગુનાઓમાં કાયદા હેઠળ કડક જોગવાઈઓ છે. આ કેસમાં પણ કોર્ટના ચુકાદા બાદ આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચુકાદો સગીરા સામેના ગુનાઓમાં તપાસ દરમિયાન એકત્ર કરાયેલા વૈજ્ઞાનિક પુરાવા અને સાક્ષીઓની ભૂમિકાને પણ રેખાંકિત કરે છે.કેસમાં કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારાતા સગીરા સાથે થયેલા ગુનામાં ન્યાયિક કાર્યવાહીનો મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. POCSO કાયદા હેઠળ આવા કેસોમાં બાળ પીડિતાની સુરક્ષા અને ઝડપી ન્યાય પ્રક્રિયાને વિશેષ મહત્વ આપવામાં આવે છે.

(12:27 AM IST)