તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ભાજપ મહિલા મોરચો પીએમ મોદીને મોકલશે 10 હજારથી વધુ રાખડી અને આભાર દર્શાવતા પોસ્ટકાર્ડ
ગાંધીનગરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને ભાજપ મહિલા મોરચા દ્વારા ખાસ આયોજન

ગાંધીનગરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને ભાજપ મહિલા મોરચા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ગુજરાતમાંથી 10 હજારથી વધુ રાખડીઓ અને પોસ્ટકાર્ડ દિલ્હી મોકલવામાં આવશે. ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયાના જણાવ્યા અનુસાર, રાજ્યભરની બહેનો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને રક્ષાસૂત્ર અને સંદેશાઓ મોકલીને મહિલા સશક્તિકરણ માટે તેમણે કરેલા ઐતિહાસિક પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરશે. અંજુબેન વેકરિયાએ ઉમેર્યું હતું કે વડાપ્રધાને નારી શક્તિને માત્ર કાયદાકીય કાગળો સુધી સીમિત ન રાખતાં મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું છે, જેના સકારાત્મક અને નક્કર પરિણામો આજે દેશભરમાં જોવા મળી રહ્યા છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
