<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

મહિસાગર નદીના બ્રિજ નજીક યુવકનો લટકતો મૃતદેહ મળતા ચકચાર:હત્યા કરી પુરાવાનો નાશ કર્યાની આશંકા

પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના નિવાસી મહિપાલસિંહ ઝાલા તરીકે થઈ

ખેડા જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં મહિસાગર નદીના રેલવે બ્રિજ નજીક આવેલ સ્મશાન પાસેથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. યુવકનો મૃતદેહ બાવળના ઝાડની ડાળી સાથે લટકતી હાલતમાં મળી આવતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળની પરિસ્થિતિને જોતાં યુવકની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને ઝાડ પર લટકાવી દેવાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના નિવાસી મહિપાલસિંહ ઝાલા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોત કે હત્યા અંગે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(1:02 AM IST)