તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
ઈડરના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં સ્નાન કરવા અને દશામાંની મૂર્તિ પધરાવવા ગયેલા બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત
ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ નદીના પાણીમાંથી બંને યુવકોના શબ બહાર કાઢયા : મૃતક યુવકો મહેસાણા જિલ્લાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના પ્રખ્યાત સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં સ્નાન કરવા અને દશામાંની મૂર્તિ પધરાવવા ગયેલા બે યુવકોના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના કેટલાક યુવકો દશામાંની મૂર્તિ પધરાવવા માટે વહેલી સવારે સપ્તેશ્વર નજીક સાબરમતી નદીના ઘાટે આવ્યા હતા. આ દરમિયાન મૂર્તિ વિસર્જન કે નદીમાં પધરાવવાની વિધિ વખતે અચાનક પગ ફિસલવાથી અથવા ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દોડી આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇડર, હિંમતનગર અને વિજાપુરની ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન માટે કામે લગાડવામાં આવી હતી. ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ નદીના પાણીમાંથી બંને યુવકોના શબ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક યુવકો મહેસાણા જિલ્લાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, અને આ અચાનક બનેલી ઘટનાથી તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
