તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
મેઘરાજાનો બીજો રાઉન્ડ: આગામી ૭ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલની IMD ની મોટી આગાહી
૨૨ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ઉત્તર, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા; દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે

રાજકોટ: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત રાજ્ય માટે આગામી ૭ દિવસ એટલે કે ૨૨ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ સુધીની વિસ્તૃત વરસાદી આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.
વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળશે, તેની દિવસવાર વિગતો નીચે મુજબ છે:
૨૨ અને ૨૩ ઓગસ્ટ દરમિયાન વરસાદનું ચિત્ર (દિવસ ૧ અને ૨)
- મધ્ય અને ઉત્તર ગુજરાત: અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ સારા વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.
- દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.
- સૌરાષ્ટ્ર અને કચ્છ: રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસશે.
૨૪ ઓગસ્ટે વરસાદનું જોર ક્યાં રહેશે? (દિવસ ૩)
ચોથા દિવસે દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે:
- પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
- છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં મેઘરાજા મહેરબાન રહેશે.
- અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે.
૨૫ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન હવામાનની સ્થિતિ (દિવસ ૪ થી ૭)
ઓગસ્ટના અંતિમ દિવસોમાં રાજ્યભરમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં મધ્યમ વરસાદ પડો રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાની હાજરી વર્તાશે અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
