<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ગુજરાત પોલીસ ભરતીની 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે લેખિત પરીક્ષા

ગેરરીતિ અટકાવવા AI અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની લેખિત પરીક્ષા લેવાશે

ગુજરાત પોલીસ ભરતીની 23 ઓગસ્ટે અમદાવાદમાં લેખિત પરીક્ષા યોજાશે  ગેરરીતિ અટકાવવા AI અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિકની લેખિત પરીક્ષા લેવાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાની જાહેરાત કરાઈ છે, . રાજ્ય પોલીસ દળમાં પીએસઆઈ (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1)ની વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરાયું છે . પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ 17 ઓગસ્ટથી કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 25,000 ઉપર ઉમેદવારોએ પોતાના કોલ લેટર મેળવી લીધા છે. આ તમામ પરીક્ષાઓ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. ઉમેદવારે પાસ થવા માટે પાસિંગ માપદંડ મુજબ Part-A અને Part-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત રહેશે. તેમજ ખોટા જવાબ માટે માઇનસ પદ્ધતિ લાગુ રહેશે.

(5:30 PM IST)