<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ વિભાગની અમદાવાદમાં યોજાયેલ લેખિત પરીક્ષા શાંતિપૂર્ણરીતે સંપન્ન

પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની કુલ-૧૭ર જગ્યાઓ અને ટેક્નિકલ ઓપરેટરની કુલ ૬૯૮ જગ્યાઓ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સ્પોટડ)ની કુલ-૩૫ જગ્યાઓ તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1``)ની કુલ-૪૫ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાયોજાઈ

અમદાવાદ : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા Technical વિભાગની (૧) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)ની  કુલ-૧૭ર જગ્યાઓ અને ટેક્નિકલ ઓપરેટરની કુલ ૬૯૮ જગ્યાઓ (ર) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સ્પોટડ)ની કુલ-૩૫ જગ્યાઓ તથા (૩) હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1``)ની કુલ-૪૫ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા આજ તા.ર૩.૦૮.ર૦ર૬ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ શાંતિપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે    ગુજરાત પોલીસ દળમાં પ્રથમ MT વિભાગના હેડ કોન્ટેબલ મિકેનિક )ગ્રેડ-1)ની ભરતી કરવામાં આવી રહેલ છે 

   ઉપરોક્ત ત્રણેય જાહેરાતો માટેની આ લેખિત પરીક્ષા કુલ-૧૧૦ પરીક્ષા કેન્દ્રોમાં લેવામાં આવી હતી જેમાં શિક્ષણ વિભાગના આશરે ૧૫૦૦ જેટલા અને પોલીસ વિભાગના આશરે ૧૧૦૦ જેટલા પોલીસ અધિકારી.કર્મચારીઓ દ્વારા ફરજ બજાવેલ હતી આ સમગ્ર પરીક્ષા CCTV નીગરાની હેઠળ યોજવામાં આવેલ હતી તેની લાઈવ CCTV મોનીટરીંગ કરવામાં આવેલ તેમજ પરીક્ષા આપનાર દરેક ઉમેદવારોની બાયોમેટ્રીક રજી્ટ્રેશન કરવામાં આવેલ હતું 

  ઉપરોક્ત લેખિત પરીક્ષા પૈકી, (૧) પોલીસ સબ ઇન્સ્પેક્ટર ( વાયરલેસ ) અને ટેકવનકલ ઓપરેટરની પરીક્ષામાાં આશરે ૧ર૭૦૦ (ર) પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સ્પોટડ)ની પરીક્ષામાાં આશરે ૩૫૦૦ તથા (૩) હેડ કોન્સ્ટેબલ ડ્રીવેર મિકેનિક (ગ્રેડ-1))ની પરીક્ષામાાં આશરે ૧૮૦૦ ઉમેદિારો હાજર રહેલ હતા.પરીક્ષામાં ભાગ લીધેલ તમામ ઉમેદવારોની OMR શીટની સ્ક્રેનીંગ કરી આજે જ ભરતી બોર્ડની વેદસાઈટ ઉપર અપલોડ કરી દેવાઈ છે ઉમેદવરો પોતાની OMR શીટ તા.૦૭/૦૯/ર૦ર૬ સુધી ડાઉનલોડ કરી શકશે.

   દરેક વર્ગખંડના સીસીટીવી ફુટેજની પુન: ચકાસણી આગામી દિવસોમાં પોલીસ CCTV વ્યુઇંગ ટીમો દ્વારા કરવામ આવશે આમ શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના અધિકરીઓ/કર્મચારીઓ દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સીધી દેખરેખ હેઠળ શાંતિપૂર્વક રીતે સંપન્ન કરવામાં આવેલ છે 

(6:54 PM IST)