<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

થરાદ પોલીસની વિવિધ સ્થળોએ રેડમાં 93,800નો દેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કરાયો :7 શખ્શો સામે ગુન્હો નોંધાયો

એલસીબી વાવ-થરાદની અલગ-અલગ ટીમોએ સુઈગામ, આગથળા, થરાદ અને વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા

વાવ-થરાદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અર્થે પોલીસે વિવિધ સ્થળો પર સઘન રેડ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  એલસીબી વાવ-થરાદની અલગ-અલગ ટીમોએ સુઈગામ, આગથળા, થરાદ અને વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા હ તા. આ કામગીરી દરમ્યાન પોલીસે રૂ. 93,800 ની કિંમતનો દેશી દારૂ, દેશી દારૂ ગાળવાનો આથો તેમજ 1 મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા 7 શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:03 PM IST)