તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 23rd August 2026
સાગબારાના જાવલી ગામની સીમમા જુગાર પર પોલીસ રેડ દરમિયાન રૂ. ૯૮,૮૯૦ રૂપિયા સાથે ગુનો દાખલ
ખેતરના શેઢે આવેલ લીમડાના ઝાડ નીચે જુગાર રમી-રમાડી રહેલા 10 શખ્શોને ઝડપી લેવાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામની સીમમાં સાગબારા પોલીસે જુગાર પર છાપો મારી ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસે બાતમી ના આધારે જુગાર પર છાપો મારતા (૧) દિલાવરભાઈ ચામરીયાભાઇ વળવી ઉ.વ.૫૭ તથા (૨) મગનભાઇ જોપાભાઇ વસાવા ઉ.વ.૫૮ તથા (૩) યોગેશભાઈ શેકનાભાઇ વળવી ઉ.વ.૪૩ તથા (૪) સુશીલભાઇ અર્જુનભાઇ વળવી ઉ.વ.૪૦ તથા (૫) પ્રદિપભાઈ નરપતભાઈ વસાવા ઉ.વ.૨૮ તથા (૬) વિક્રમભાઈ મગનભાઈ વસાવા ઉ.વ.૪૦ તથા (૭) હરીશચંદ્ર ભરતભાઈ વસાવા ઉ.વ.૫૧ તથા (૮) દિલીપભાઈ કાળુભાઈ વસાવા ઉ.વ.૪૧ તથા (૯) નરપતભાઈ ફુકીયાભાઇ વસાવા ઉ.વ.૫૯ તથા (૧૦) પ્રકાશભાઈ ધરમદાસભાઈ વસાવા ઉ.વ.૫૧ તમામ રહે.જાવલી(ઉપલું ફળીયુ) તા.સાગબારા જી.નર્મદા નાઓ જાવલી ગામની સીમમાં આવેલ દશરથભાઇ રૂપજીભાઇ વસાવાના ખેતરના શેઢે આવેલ લીમડાના ઝાડ નીચે જુગાર રમી-રમાડી દાવ ઉપરના રૂપીયા.૩,૧૨૦/- તથા પકડાયેલ શખ્શોની અંગ ઝડતીમાંના રોકડા રૂ.૧૪,૭૭૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૪ કુલ કિં.રૂ.૩૧,૦૦૦/- તથા મો.સા. નંગ-૦૧ કિં.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂા. ૯૮,૮૯૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઈ તથા વોટેડ આરોપીઓ (૧) પ્રકાશભાઈ ઉર્ફે છોટુ આતરીયાભાઈ પાડવી તથા (૨) રામસીંગભાઈ સુભાષભાઈ વસાવા તથા (૩) સુભાષભાઈ બાપુભાઈ વસાવા (ત્રણેય રહે જાવલી તા.સાગબારા જી.નર્મદા )નાઓ સ્થળ ઉપરથી નાસી જઈ ગુનો કરતા સાગબારા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
