<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

રાજપીપળા શિતળા માતાના મંદીરે ભરાયેલ મેળામાંથી સોનાની ચેઇનની ચોરી

શીતળામાતાના મંદિરે દર્શન કરવા ગયેલ અને મેળામાં ફરેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોરે ગળામાં પહેરેલી સોનાની ચેઇન ચોરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શીતળામાતા ના મંદિરે ભરાયેલા મેળા માં એક મહિલાના ગળા માંથી સોનાની ચેઇન ની ચોરી થતા ફરિયાદ નોંધાવી છે
    પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીબેન D/O ચંપકલાલ ચીમનલાલ મોદી (ઉ.વ.૭૦ )(રહે-નવા બોરભાઠા ગામ,પટેલફળીયુ તા-અંક્લેશ્વર જી-ભરૂચ)  નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા અન્યો તા.૧૯/૦૮/૨૦૨૬ ના રોજ બપોરના આશરે દોઢ વાગ્યાથી બપોરના ત્રણેક વાગ્યા દરમિયાન રાજપીપલા શીતળામાતાના મંદિરે દર્શન કરવા ગયેલ અને મેળામાં ફરેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના ગળામાં પહેરેલી સોનાની ચેઇન આશરે અઢી તોલાની કિં કિં.રૂ. ૦૩,૪૬,૨૫૦ /-  ની ચોરી કરી લઇ જતા ભારતીબેને રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:07 PM IST)