News of Sunday, 23rd August 2026
રાજપીપળા શહેરમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા અંગે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નગરપાલિકામાં રજૂઆત
રસ્તા વચ્ચે ઢોર બેસી રહેતા હોવાથી વાહનચાલકો, રાહદારીઓ, વૃદ્ધો અને બાળકોને અકસ્માતનું જોખમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા શહેરમાં મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ રખડતા ઢોરની વધતી સમસ્યાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ – નર્મદા જિલ્લા દ્વારા રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રસ્તા વચ્ચે ઢોર બેસી રહેતા હોવાથી વાહનચાલકો, રાહદારીઓ, વૃદ્ધો અને બાળકોને અકસ્માતનું જોખમ રહે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી રખડતા ઢોરને તાત્કાલિક પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તથા રસ્તા પર ઢોર છોડી દેતા માલિકો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ – નર્મદા જિલ્લા દ્વારા નાગરિકોની સુરક્ષા માટે આ બાબતે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા નગરપાલિકા તંત્રને અપીલ કરવામાં આવી છે
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
