તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
રાજપીપળા એપીએમસી ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અઘ્યક્ષ સ્થાને જંગલ જમીન મુદ્દે બેઠક મળી
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ લીલાબેન વસાવા છેલ્લા 14 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :એ.પી.એમસી. રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષ પણ હેઠળ હાલની પ્રવાહી પરિસ્થિતિમાં જંગલ જમીનનો મુદ્દો નર્મદા જિલ્લામાં ખૂબ સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. જે મુદ્દા ને લઈને ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા ઉપપ્રમુખ લીલાબેન વસાવા છેલ્લા 14 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે. જંગલ ખાતા દ્વારા આદિવાસી સમાજમા એકબીજા ગામો વચ્ચે વય મનષ્ય ઊભું કરી સાગબારા તાલુકાના ખેડૂતોનો ઉમરપાડા તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ કરાવી તેઓને 20 વર્ષથી ખેતી કરતા હોવા છતાં તેઓને આજે ફોરેસ્ટ વિભાગ ખેતી કરતા અટકાવી રહી છે સાથો સાથ તેઓની વચ્ચે ઘર્ષણ ઊભો થાય તેવી પણ યોજના બધ્ધ રીતે રમત રમી રહી છે. આમ ખરેખર જેઓ ૨૦ વર્ષથી ખેતી કરતા હોવા છતાં તેઓને છેલ્લા બે વર્ષથી ખેતી કરતા અટકાવવામાં આવેલ છે. જેના ઉચિત નથી.. આવી સાચી હકીકત જે ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ જે આ ભુખહડતાલ પર બેઠેલા સાગબારા ના ખેડૂતોના સમર્થન મા તેઓને ન્યાય મળે જે માટે જઈ અને તેઓના સમર્થનમા જોડાવા માટે સાંસદ મનસુખભાઈ વસાવા આજની બેઠકમાં સૂચન કર્યું હતું.
વધુમાં સાંસદ એ જણાવ્યું હતું કે હાલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા દારૂની બદી ડામવા માટે એક અપીલ કરવામાં આવી છે જેમાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેની જાણ આપણા કાર્યકર્તાઓ દ્વારા પોલીસ તેમજ ગૃહ વિભાગ ને જાણ કરી આ બે નંબરના ધંધાઓ સત્વરે બંધ થાય તેવી મંત્રીની અપીલને ધ્યાનમાં રાખી રાજ્યને નશા મુક્ત કરવાના અભિયાનમાં આપણે સહયોગ આપી સક્રિય ભૂમિકા ભજવવા આહવાન કર્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા આવી પરિસ્થિતિ કે જેઓ વર્ષોથી જંગલ ની જમીન ખેડે છે તેવા ખેડૂતોને અન્ય વિસ્તારોમાં પણ આ રીતે તેઓની વર્ષોની ખેતી કરતા જમીનમાં પણ પ્લાન્ટેશન કરી ફોરેસ્ટના અધિકારીઓ આદિવાસીઓને બે દખલ કરી રહ્યા છે જેથી આદિવાસી સમાજ પોતાના હક અને અધિકારથી વંચિત ના થાય તેની જવાબદારી પણ આપણે નિભાવવી પડશે અને જનજાગૃતિ લાવવી પડશે જણાવ્યું હતું
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
